ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા એરોન ફિચ અને ઉસ્માન ખ્વાજાની ઇનિંગની મદદથી 6 વિકેટે 160 રન બનાવી લીધા હતા. જેના જવાબમાં ભારતની શરૂઆત ખરાબ રહી હતી. ભારતે 7.5 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી 49 રન જ બનાવી શકી હતી. વિરાટ કોહલી ક્રિઝ પર હતો અને તેના પર ટીમને જીતાડવાની જવાબદારી હતી. તેણે યુવરાજ સાથે ચોથી વિકેટ માટે 45 રન જોડ્યા હતા. યુવરાજસિંહ આઉટ થયો ત્યારે ટીમને છ ઓવરમાં 66 રન જોઇતા હતા.
બાદમાં ધોની અને કોહલીએ ટીમને જીત તરફ આગળ વધારી હતી. અંતિમ ત્રણ ઓવરમાં ટીમને 39 રન જોઇતા હતા. બાદમાં જેમ્સ ફોકનરની ઓવરમાં કોહલીએ 19 રન ફટકાર્યા હતા. જેથી ટીમ ઇન્ડિયાને બે ઓવરમાં 20 રનની જરૂર હતી. અંતમાં કોહલીએ આક્રમક ઇનિંગ રમી હતી અને ભારત પાંચ બોલ બાકી રહેતા મેચ જીતી લીધી હતી. અને ટીમ ઇન્ડિયા સેમિફાઇનલમાં પહોંચી ગઇ હતી. કોહલીએ આ મેચમાં 51 બોલમાં અણનમ 82 રન ફટકાર્યા હતા.