નવી દિલ્હીઃ ભારતના કેપ્ટન વિરાટ કોહલીની લોકપ્રિયતા વિશ્વમાં પોતાનો ડંકો બજાવી રહી છે. ક્રિકેટના મેદાન પર તેને ખૂબ રેકોર્ડ બનાવ્યા છે પરંતુ હવે સોશિયલ મીડિયા પર પણ કિંગ કોહલી રેકોર્ડ પર રેકોર્ડ બનાવી રહ્યો છે. વિરાટ કોહલી ઇન્સ્ટાગ્રામ પર 100 મિલિયન ફોલોઅર્સ મેળવનાર વિશ્વનો પ્રથમ ક્રિકેટર બની ગયો છે.

વિરાટ કહોલીની આ ઉપલબ્ધિ પર તેણે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે પણ શુભેચ્છા પાઠવી છે. જણાવીએ કે, વિરાટ કોહલી સતત ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહે છે. પોતાના જિમના વીડિયોની સાથે સાથે તે અનેક શાનદાર વીડિયોઝ અને તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતા રહે છે.


આઈસીસીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી એક તસવીર શેર કરી છે જેમાં વિરાટ કોહલી ઉપરાંત એવે સેલેબ્સની તસવીર છે જેમના 100 મિલિયન ફોલોઅર્સ છે. જણાવીએ કે, વિરાટ કોહલી ઇન્સ્ટાગ્રામ પર 100 મિલિયન ફોલોઅર્સ મેળવનાર વિશ્વનો પ્રથમ ક્રિકેટર્સ છે. વિરાટ કોહલી ઉપરાંત આ ક્લબમાં વિશ્વના કેટલાક મોટા સુપરસ્ટાર સામેલ છે.

100 મિલિયન ક્લબમાં કોહલી ઉપરાં કોન?

વિરાટ કોહલી ઉપરાંત 100 મિલિયન ક્લબમાં સામેલ છે તેવા સ્ટારમાં એક્ટર ડ્વેન જોનસન, ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, નેમાર અને લિયોનેલ મેસી આ ક્લબમાં સામેલ છે. ઉપરાંત અન્ય સેલેબ્સમાં બિયોન્સે અને એરિયાના ગ્રેન્ડ આ એલીટ ક્લબમાં સામેલ છે.