મેચ બાદ કોહલીએ કહ્યું કે, અમારી ટીમની બેટિંગ સારી રહી, પણ બૉલિંગ અને ખાસ કરીને ફિલ્ડિંગ ખરાબ રહી. કહ્યું કે અમારા ખેલાડીઓએ ત્રણ મોટા કેચ છોડ્યા, જેનો લાભ વેસ્ટ ઇન્ડિઝ ઉઠાવી ગયુ હતું. સિમન્સનો કેચ વૉશિંગટને, લૂઇસનો કેચ પંતે, અને નિકોલસ પૂરનનો કેચ અય્યર છોડ્યો જે અમારા હાથમાંથી જીત છીનવી ગયા હતા.
કોહલીએ હાર માટે ખરાબ ફિલ્ડિંગને જવાબદાર ગણી હતી. કોહલીએ કહ્યું કે લક્ષ્ય બરાબર હતુ પણ ફિલ્ડિંગમાં ગાબડા પડવાથી કેરેબિયન બેટ્સમેનો લક્ષ્ય સુધી પહોંચી શક્યા હતા, અમારી બૉલિંગ પણ સારી, અમે દબાણ બનાવવાની કોશિશ પણ કરી હતી.
નોંધનીય છે કે, તિરુવનંતપુરમની બીજી ટી20 મેચમાં વેસ્ટ ઇન્ડિઝે ટૉસ જીતીને ભારતને પહેલા બેટિંગમાં ઉતાર્યુ હતુ. ભારતે સારી બેટિંગ કરીને 170 રનનુ વિશાલ લક્ષ્ય આપ્યુ હતુ, જોકે, ખરાબ ફિલ્ડિંગના કારણે વેસ્ટ ઇન્ડિઝે 8 વિકેટે મેચ જીતી લીધી હતી.