Virat Kohli Doppelganger Spotted at His Restaurant: સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં ભારતીય ક્રિકેટ સ્ટાર વિરાટ કોહલીનો લુક જોવા મળી રહ્યો છે. આ હમશકલ તેની રેસ્ટોરન્ટ વન 8 કમ્યુનમાં જોવા મળ્યો હતો. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે રેસ્ટોરન્ટમાં હાજર લોકો આ વ્યક્તિને જોઈને સંપૂર્ણપણે આશ્ચર્યચકિત થઈ ગયા અને તેને અસલી વિરાટ કોહલી માની રહ્યા હતા. લોકોની આ પ્રતિક્રિયા જોઈને ઘણા યુઝર્સે આ વીડિયોને 'એપિક' ગણાવ્યો છે.


આ વીડિયોને કન્ટેન્ટ ક્રિએટર સાર્થક સચદેવાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયોમાં દેખાતા વિરાટ કોહલીના લુકનું નામ કાર્તિક શર્મા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે કાર્તિક શર્મા રેસ્ટોરન્ટમાં પહોંચે છે અને લોકો તેને જોઈને ચોંકી જાય છે. રેસ્ટોરન્ટની અંદર અને બહાર હાજર દરેક વ્યક્તિ કાર્તિકને વિરાટ માને છે અને તેની સાથે ફોટો પડાવવા માટે બેતાબ બની જાય છે.






કાર્તિક શર્માએ પોતે આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી છે અને લખ્યું છે - "વન 8 કોમ્યુનમાં મજા આવી." આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને અત્યાર સુધીમાં લાખો લોકો તેને જોઈ ચૂક્યા છે. લોકોએ આ વીડિયો પર ઘણી ફની કોમેન્ટ કરી છે અને કાર્તિક શર્માના વખાણ કર્યા છે.                       


કોણ છે કાર્તિક શર્મા?


કાર્તિક શર્મા સોફ્ટવેર એન્જિનિયર છે અને સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 7.6 લાખથી વધુ ફોલોઅર્સ છે. તે અવારનવાર આવા વીડિયો બનાવે છે જેમાં તે વિરાટ કોહલી જેવો દેખાય છે. ઘણી વખત તે ભારતીય ક્રિકેટ ટીમની જર્સી પહેરીને વીડિયો પણ બનાવે છે. આમ આ વિડિયોમાં તમે જોયું એમ બધા તેને વિરાટ કોહલીજ સમજી રહ્યા છે અને એટલુંજ નહીં એક વેઇટરે તો તેને વિરાટ કોહલી સ્પેશિયલ મેનૂ પણ ઓફર કરી દીધું હતું.