3 Indian Players Might Retire On 15 August 2024: ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોનીએ 15 ઓગસ્ટ, 2020 ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ધોનીની સાથે સુરેશ રૈનાએ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. ધોનીએ 'મેં પલ દો પલ કા શાયર હૂં...' ગીત સાથેનો એક વીડિયો શેર કરીને નિવૃત્તિની જાહેરાત કરી હતી. માહીની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ ખુબ જ યાદગાર રહી. હવે આ વખતે એટલે કે 15મી ઓગસ્ટ 2024ના રોજ આ ત્રણ ભારતીય ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી શકે છે.
1- ચેતેશ્વર પુજારા -
ભારતીય ક્રિકેટ ટીમ માટે 100 થી વધુ ટેસ્ટ મેચ રમનારો ચેતેશ્વર પૂજારા છેલ્લા કેટલાક સમયથી ટીમમાં જગ્યા બનાવી શક્યો નથી. 36 વર્ષીય પૂજારાએ જૂન 2023માં ભારત માટે તેની છેલ્લી ટેસ્ટ રમી હતી. હવે ભારતીય ટેસ્ટ ટીમમાં વધુને વધુ યુવા ખેલાડીઓને તક આપવામાં આવી રહી છે. વળી, પૂજારા માટે ટીમ ઈન્ડિયાના દરવાજા બંધ થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. આવી સ્થિતિમાં પુજારા ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી શકે છે. 15 ઓગસ્ટ નિવૃત્તિની જાહેરાત કરવા માટે સારો દિવસ હોઈ શકે છે.
2- અજિંક્યે રહાણે -
અજિંક્યે રહાણે ભારત માટે ક્રિકેટના ત્રણેય ફોર્મેટ રમ્યો છે. જો કે છેલ્લા કેટલાક સમયથી તે માત્ર ટેસ્ટ ટીમમાં જ જોવા મળતો હતો. જો કે, રહાણે ટીમ ઈન્ડિયા માટે છેલ્લી મેચ જુલાઈ 2023માં રમી હતી, જે વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ મેચ હતી. 36 વર્ષીય રહાણે પણ ભારતીય ટેસ્ટ ટીમના સેટઅપમાંથી લગભગ બહાર થઈ ગયો છે. આવી સ્થિતિમાં રહાણે પણ ટૂંક સમયમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી શકે છે અને રહાણેની નિવૃત્તિનો દિવસ પણ આવતીકાલે એટલે કે 15મી ઓગસ્ટ હોઈ શકે છે.
3- ભુવનેશ્વર કુમાર -
ભારતીય ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે નવેમ્બર 2022માં ટીમ ઈન્ડિયા માટે છેલ્લી મેચ રમી હતી. હાલમાં ટીમમાં ઘણા યુવા ફાસ્ટ બૉલરોને તક આપવામાં આવી રહી છે, જેને જોઈને એવું લાગી રહ્યું છે કે હવે ભુવનેશ્વર માટે ટીમ ઈન્ડિયાના દરવાજા બંધ થઈ ગયા છે. આવી સ્થિતિમાં ભુવનેશ્વર કુમાર પણ ટૂંક સમયમાં નિવૃત્તિની જાહેરાત કરી શકે છે.
આ પણ વાંચો
Surat Crime: સુરતમાં એક જ દિવસમાં ત્રણ હત્યા, 24 કલાકમાં ત્રણ અલગ અલગ જગ્યાએથી મળી આવ્યા મૃતદેહો