MSK Prasad On Virat Kohli: તાજેતરમાં જ અજિંક્ય રહાણેએ ટેસ્ટ ક્રિકેટમાં વાપસી કરી છે. ઓસ્ટ્રેલિયા સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં અજિંક્ય રહાણેએ પોતાની બેટિંગથી પ્રભાવિત કર્યા હતા. માત્ર ટીમમાં કમબેક જ નહીં પણ અજિંક્ય રહાણેને વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઈન્ડિયાનો ભાગની સાથો સાથ ઉપકપ્તાનની જવાબદારી પણ સોંપવામાં આવી છે. ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે 2 ટેસ્ટ મેચની શ્રેણી રમશે. 


જો કે હવે પૂર્વ મુખ્ય પસંદગીકાર એસએસકે પ્રસાદે વિરાટ કોહલીને લઈને આશ્ચર્યજનક નિવેદન આપ્યું છે. પ્રસાદે વિરાટ કોહલીને ફરીથી ટેસ્ટ કેપ્ટન બનવા પર નિવેદન આપ્યું છે. 


'વિરાટ કોહલીને ફરી ટેસ્ટ ટીમનો કેપ્ટન કેમ ન બનાવી શકાય?'


પૂર્વ ચીફ સિલેક્ટર એસએસકે પ્રસાદે કહ્યું છે કે, શા માટે વિરાટ કોહલીને ફરીથી ટેસ્ટ ટીમનો કેપ્ટન ન બનાવી શકાય? જો અજિંક્ય રહાણે ટેસ્ટ ટીમમાં વાપસી કરીને વાઈસ કેપ્ટન બની શકે છે તો વિરાટ કોહલી ફરીથી કેપ્ટન કેમ ના બની શકે? સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે, મને નથી ખબર કે કેપ્ટન તરીકે વિરાટ કોહલીનું શું માઈન્ડસેટ છે? પરંતુ વિરાટ કોહલીને ફરીથી ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવી શકાય છે. જાહેર છે કે, એસએસકે પ્રસાદે બીસીસીઆઈના મુખ્ય પસંદગીકારની ભૂમિકા ભજવી ચુક્યો છે.


વિરાટ કોહલીની જગ્યાએ રોહિત શર્મા ટીમ ઈન્ડિયાનો કેપ્ટન


ઉલ્લેખનીય છે કે, મહેન્દ્ર સિંહ ધોની બાદ વિરાટ કોહલીએ ભારતીય ટેસ્ટ ટીમની કપ્તાની સંભાળી હતી. ટેસ્ટ કેપ્ટન તરીકે વિરાટ કોહલીના આંકડા પ્રશંસનીય છે. જોકે, બેટિંગમાં સતત ઉતાર-ચઢાવ બાદ વિરાટ કોહલીએ ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ છોડી દીધી હતી. વિરાટ કોહલીની કેપ્ટનશીપ છોડ્યા બાદ રોહિત શર્માને ભારતીય ટેસ્ટ ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. હાલમાં રોહિત શર્મા ટેસ્ટ સિવાય ODI અને T20 ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન છે.




Watch: ડોમિનિકામાં કિંગ કોહલીનું શાનદાર સ્વાગત, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો


 ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 2 ટેસ્ટ મેચોની સીરીઝ રમાશે. આ પછી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે વનડે અને ટી-20 મેચોની સીરીઝ રમાશે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 12 જુલાઈથી ડોમિનિકામાં પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. જો કે આ મેચ માટે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ડોમિનિકા પહોંચી ગયા છે.   સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં વિરાટ કોહલી જોવા મળી રહ્યો છે.


વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો


રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાના બાકીના ખેલાડીઓ સાથે વિરાટ કોહલી ડોમિનિકા પહોંચ્યો હતો. વિરાટ કોહલીનો ડોમિનિકા પહોંચવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે વિરાટ કોહલીનું ડોમિનિકા પહોંચવા પર ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે.  કિંગ કોહલી હસતો જોવા મળે છે. જોકે, સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.


https://t.me/abpasmitaofficial