પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટ દાનિશ કનેરિયાએ કહ્યું કે ભારતના ટેસ્ટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ બિનજરૂરી વિવાદમાં ફસાવવાના બદલે પોતાની રમત પર ધ્યાન આપવું જોઇએ.  તેમણે કહ્યું કે વિરાટ કોહલીએ બે વર્ષથી સદી ફટકારી નથી. એટલા માટે તેણે પોતાના રમત પર ધ્યાન આપવાની જરૂર છે.


કનેરિયાએ કહ્યું કે બે વર્ષથી વિરાટ કોહલીએ કોઇ સદી ફટકારી નથી. એટલા માટે તેણે પોતાની રમત પર ધ્યાન આપવાની જરૂર છે. સૌરવ ગાંગુલી જેવા દિગ્ગજો અથવા કોઇ અન્ય વિરુદ્ધ બોલવાથી તેની રમતમાં કોઇ સુધારો થશે નહીં.


વધુમાં દાનિશ કનેરિયાએ કહ્યું કે વિરાટને અનિલ કુંબલેથી સમસ્યા હતી. હવે તેને ગાંગુલીથી સમસ્યા છે. કુંબલે  અને ગાંગુલીએ પોતાને સાબિત કર્યા છે. તે રમતના અસલી હીરો છે. વિરાટ ગાંગુલીના વિરોધમાં બોલી રહ્યા છે જેણે ભારતીય ક્રિકેટને બદલી દીધી હતી અને બાદમાં ધોનીએ તેને આગળ  વધારી છે. હવે આ વિવાદને આગળ વધારવાની કોઇ જરૂર નથી. પાકિસ્તાન તરફથી સૌથી વધુ વિકેટ ઝડપવા મામલે વસીમ અકરમ, વકાર યુનિસ, ઇમરાન ખાન બાદ કનેરિયાનો નંબર આવે છે.


કનેરિયાએ કહ્યું કે વિરાટ કોહલી ટેસ્ટ અને ટી-20માં રન બનાવવામા સંઘર્ષનો સામનો કરી રહ્યો છે. એક કેપ્ટનના રૂપમાં તેણે કોઇ આઇસીસી ટ્રોફી જીતી નથી. બધુ જ તેના વિરુદ્ધ જઇ રહ્યું છે એટલા માટે મને લાગે છે કે વિવાદને આગળ વધારવાથી તેને કોઇ ફાયદો થશે નહીં. રોહિત શર્મા એક શાનદાર ખેલાડી છે. તેણે પાંચ આઇપીએલ ટ્રોફી જીતી છે. તે સારો કેપ્ટન પણ છે.


કયા દેશમાં હવે દરેકને એક ગ્લાસ વધારે દૂધ પીવુ પડશે, કેમ ખુદ વડાપ્રધાને આપ્યો આવો આદેશ, જાણો વિગતે


 


Omicron Variant: દેશનાં આ રાજ્યમાં 'ઓમિક્રોન વિસ્ફોટ', એક જ દિવસમાં 33 નવા કેસ મળતા ખળભળાટ


 


કોરોના સંક્રમણ ફરીથી વધતાં ઓફલાઇન શિક્ષણ મુદ્દે જીતુ વાઘાણીએ શું કરી મોટી જાહેરાત?


 


India Corona Cases: દેશમાં કોરોનાના કેસમાં આવ્યો ઉછાળો, જાણો ઓમિક્રોનના કેસ કેટલા થયા ?