બેગ્લોરઃ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ઇન્ડિયન પ્રિમિયર લીગની વર્તમાન સીઝનમાં ખરાબ ફોર્મમાં છે. તાજેતરમાં જ વિરાટ કોહલીએ RCB Insider ને એક ઈન્ટરવ્યુ આપ્યો હતો જેમાં તેણે અનેક ખુલાસાઓ કર્યા હતા. કોહલીએ આ ઇન્ટરવ્યૂમાં તેના ડબલ ગોલ્ડન ડક વિશે પણ વાત કરી અને કહ્યું કે તે પોતાની જાત પર હસી પડ્યો હતો.
આ ઈન્ટરવ્યુમાં વિરાટ કોહલીએ એક રસપ્રદ કિસ્સો જણાવ્યો હતો. વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે બેંગ્લોરમાં શ્રીલંકા સામે ટેસ્ટ મેચ રમાઈ રહી હતી, ત્યાર બાદ તે બેંગ્લોરની એક ફેમસ બેકરી શોપમાં ગયો હતો. પરંતુ ત્યાં તેને કોઇ ઓળખી શક્યું નહોતું. RCB ઈન્સાઈડરને આપેલા ઈન્ટરવ્યુમાં વિરાટ કોહલીએ કહ્યું હતુ કે ટેસ્ટ મેચ ત્રીજા દિવસે જ ખતમ થઈ ગઈ હતી. તે પછી તે અનુષ્કા શર્મા માટે બેંગ્લોરની એક પ્રખ્યાત બેકરી થોમસ બેકરીમાં ગયો હતો.
વિરાટ કોહલીએ કહ્યું કે કારણ કે અનુષ્કાનું બાળપણ અહીં વિત્યું હતું, આવી સ્થિતિમાં તેણે અહીંના પફના વખાણ કર્યા હતા. જ્યારે તે અહીં પહોંચ્યો ત્યારે તેને ડર હતો કે કોઈ તેને ઓળખી જશે જેથી સુરક્ષા બોલાવી પડી શકે છે. RCBના પૂર્વ કેપ્ટને કહ્યું કે તે માસ્ક અને કેપ પહેરીને સામાન લેવા ગયો હતો. ત્યાર બાદ જ્યારે તેણે કાઉન્ટર પર ક્રેડિટ કાર્ડ આપ્યું ત્યારે તેણે વિચાર્યું હતું કે તે અહીં પકડાઈ જશે પરંતુ ત્યાંના લોકો એટલા વ્યસ્ત હતા કે તેમને કંઈ દેખાયું નહીં અને તે સરળતાથી બેકરીમાંથી બહાર આવી ગયો હતો.
વિરાટ કોહલીએ કહ્યું કે કાઉન્ટર પર ઊભેલા મિત્રએ તેનું નામ પણ જોયું ન હતું અને મને બિલિંગ કરી જવા દીધો હતો. વિરાટ કોહલીએ આ વાર્તા ખૂબ જ રમુજી રીતે સંભળાવી હતી. નોંધનીય છે કે અનુષ્કા શર્મા હાલમાં વિરાટ કોહલી સાથે RCB કેમ્પમાં છે. આરસીબી આ વખતે સારો દેખાવ કરી રહ્યું છે. તે પ્લેઓફમાં પહોંચી શકે છે.
Vastu Tips: ઘરમાં સાત ઘોડાની આવી તસવીર લગાવવાથી થઈ જશો કંગાળ, એક-એક પૈસા માટે તરસશો
ચેન્નાઇ સુપર કિંગ્સને લાગી શકે છે મોટો ઝટકો, આ ઓલરાઉન્ડર IPL 2022માંથી થશે બહાર, જાણો વિગતે
"બોલીવુડ મને પોસાય નહીં" કહેનાર મહેશ બાબૂ એક ફિલ્મના કેટલા રુપિયા ચાર્જ કરે છે? જાણીને દંગ રહી જશો