Virat Kohli On DRS Controversy: ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ DRS વિવાદ પર કહ્યું કે બહાર બેસનારા લોકો મેદાન પર આ પ્રકારના વ્યવહારના કારણો જાણી શકતા નથી.


કોહલી અને તેના સાથીઓએ ત્રીજી ટેસ્ટ મેચના અંતિમ દિવસે છેલ્લી 45 મિનિટ દરમિયાન સાઉથ આફ્રિકાના કેપ્ટન ડીન એલ્ગરને વિવાદાસ્પદ DRS નિર્ણયના કારણે આઉટ આપ્યો નહોતો ત્યારે ગુસ્સો વ્યક્ત કર્યો હતો.  ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પોતાની નિરાશા સ્ટમ્પ માઇક પર વ્યક્ત કરી હતી. નોંધનીય છે કે ટીમ ઇન્ડિયાને ટેસ્ટ સીરિઝમાં 2-1થી હાર મળી છે.


મેચ બાદ પ્રેસ કોન્ફ્રન્સમાં વિરાટ કોહલીએ કહ્યું કે મારે આના પર કોઇ ટિપ્પણી કરવી નથી. અમે જાણીએ છીએ કે મેદાન પર શું થયું હતું અને બહાર બેસેલા લોકો જાણતા નથી હોતા કે મેદાન પર શું ચાલી રહ્યું છે.તેમણે વધુમાં કહ્યું કે જો અમે ત્યાં દબાણ ઉભું કર્યું હોત અને ત્રણ વિકેટ ઝડપી લીધી હોત તો સંભવ છે કે તે ક્ષણ ગેમની દિશા બદલી દીધી હોત.


આ ઘટના 21મી ઓવરમાં બની હતી જ્યારે રવિચંદ્રન અશ્વિનની ઓવરમાં બોલ એલ્ગરના પેડ પર લાગ્યો હતો. અમ્પાયરે મારિયાસ ઇરાસમસે આઉટ આપી દીધો હતો પરંતુ એલ્ગરે ડીઆરએસ લીધું. ટીવી રિપ્લેમાં જોઇ શકાતું હતું કે બોલ વિકેટની ઉપરથી જઇ રહ્યો હતો એવામાં અમ્પાયરને પોતાનો નિર્ણય બદલવો પડ્યો હતો. કોહલીએ કહ્યું કે તે વિવાદ બનાવવા માંગતો નથી અને તેની ટીમ તેનાથી આગળ નીકળી ગઇ છે.


 


પ્રિયંકા ચોપડાએ ફક્ત એક પાતળા ટ્રાન્સપરન્ટ કપડાંમાં લપેટાઇને આપ્યા બૉલ્ડ પૉઝ, વાયરલ તસવીરોએ મચાવી ધમાલ


PKL 2021- 'કબડ્ડી' શબ્દ ક્યાંથી આવ્યો, ભારતમાં કબડ્ડી બીજા કયા કયા નામે ઓળખાય છે, જાણ રસપ્રદ વિગત


Omicron Symptoms: ભારતમાં વધુ ખતરનાક સ્તરે પહોંચી શકે છે ઓમિક્રૉન, AIIMSએ બતાવ્યા આ પાંચ લક્ષણો, જાણો......


Malaika Arora Post on Love : બ્રેકઅપના અહેવાલ વચ્ચે હવે અર્જુન પછી મલાઇકાએ પણ તોડી ચૂપ્પી, જાણો શું કરી પોસ્ટ?