Virat Kohli Test retirement: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે અને તેણે આ અંગે બીસીસીઆઈને પણ જાણ કરી દીધી છે. આવી સ્થિતિમાં ઇંગ્લેન્ડ પ્રવાસ પર ટીમનો ભાગ બનવાની તેની શક્યતા ઘણી ઓછી છે. મીડિયા રિપોટ્સ અનુસાર, જોકે, બોર્ડના એક ઉચ્ચ સ્તરીય અધિકારીએ કોહલીને આ નિર્ણય પર ફરીથી વિચાર કરવાની અપીલ કરી છે. હવે જોવાનું એ રહે છે કે પસંદગી સમિતિ જ્યારે ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમની જાહેરાત કરશે ત્યારે કોહલીના ભવિષ્ય અંગે શું નિર્ણય લેવામાં આવશે.
વિરાટ પહેલા હિટમેન રોહિત શર્માએ બુધવારે (7 મે) ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. 7 મેના રોજ તેણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરાત કરી હતી. જોકે, તે વન-ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મેચ રમવાનું ચાલુ રાખશે. 38 વર્ષીય રોહિત શર્માએ ગયા વર્ષે વેસ્ટ ઈન્ડિઝમાં ટી-20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટી20 ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી.
વિરાટ પહેલા હિટમેન રોહિત શર્માએ બુધવારે (7 મે) ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. 7 મેના રોજ તેણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી અને ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહ્યું હતું. જોકે, તે વન-ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મેચ રમવાનું ચાલુ રાખશે, જે તેનો મજબૂત મુદ્દો રહ્યો છે. 38 વર્ષીય રોહિત શર્માએ ગયા વર્ષે વેસ્ટ ઈન્ડિઝમાં ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટી૨૦ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી.
ટેસ્ટ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન વિરાટ કોહલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં રમતા જોવા મળ્યો હતો. જ્યાં ભારતને 5 મેચની શ્રેણીમાં 1-3 થી હારનો સામનો કરવો પડ્યો હતો. વિરાટ કોહલીએ શ્રેણીની પહેલી મેચ એટલે કે પર્થ ટેસ્ટમાં સદી ફટકારી હતી પરંતુ તે પછી તે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો.
કોહલીએ તે શ્રેણીની 5 મેચની 9 ઇનિંગ્સમાં 23.75 ની સરેરાશથી ફક્ત 190 રન બનાવ્યા હતા. આમાં પર્થમાં ફટકારવામાં આવેલી 100 રનની અણનમ સદીનો સમાવેશ થાય છે.
કોહલીનું ટેસ્ટ ડેબ્યૂ 2011માં થયું હતું.
વિરાટ કોહલીએ જૂન 2011માં કિંગ્સ્ટનમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ કોહલીએ પહેલી ઇનિંગમાં 4 રન અને બીજી ઇનિંગમાં 15 રન બનાવ્યા હતા. તેમની છેલ્લી ટેસ્ટ ઓસ્ટ્રેલિયા સામે સિડનીમાં હતી, જે જાન્યુઆરી 2025માં રમાઈ હતી. આ છેલ્લી ટેસ્ટમાં કોહલીએ પહેલી ઇનિંગમાં 17 રન અને બીજી ઇનિંગમાં 6 રન બનાવ્યા હતા.