કેપટાઉનઃ સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ સીરિઝમાં ખરાબ પ્રદર્શન બાદ હવે ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણેના ભવિષ્યને લઇને ચર્ચા થવા લાગી છે. આ સવાલના જવાબ પર ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે રહાણે અને પૂજારાનુ ભવિષ્ય નક્કી કરવાનું અને તેના પર નિર્ણય લેવાનું તેનું કામ નથી. કોહલીએ કહ્યું કે રહાણે અને પૂજારાને લઇને ભવિષ્યમાં શું થશે એ હું જણાવી શકતો નથી. આ મામલામાં સિલેક્ટર્સ જ નિર્ણય કરશે. બંન્ને સીનિયર ખેલાડીઓને સતત સપોર્ટ એટલા માટે કરવામાં આવ્યા કારણ કે તેઓએ અનેકવાર મુશ્કેલ સમયમાં રન બનાવીને ટીમને જીત અપાવી છે. આ સવાલ સિલેક્ટર્સને પૂછો.
કેપટાઉન ટેસ્ટમાં હાર મળ્યા બાદ કોહલીએ કહ્યું કે અમારે બેટિંગમાં હજુ પણ ઘણો સુધારો કરવાની જરૂર છે. અમે એ સત્યથી ભાગી શકીએ નહી. આ સવાલ (રહાણે અને પૂજારા)ની વાત કરીએ તો હું અહી બેસીને આ અંગે વાત કરી શકું નહી કે ભવિષ્યમાં શું થશે. તમારે પસંદગીકારો સાથે વાત કરવી જોઇએ કે તેમના મનમાં શું ચાલી રહ્યું છે. આ મારું કામ નથી.
કોહલીએ કહ્યું કે અમે પૂજારા અને રહાણેને સતત એટલા માટે સપોર્ટ કર્યો કારણ કે અનેક વર્ષો સુધી ક્રિકેટમાં તેઓએ યોગદાન આપ્યુ છે. તેમણે અનેક મુશ્કેલ સ્થિતિમાં શાનદાર કામ કર્યું છે. બીજી ટેસ્ટમાં પણ તમે જોયું હશે કે બીજી ઇનિંગમાં કઇ રીતે તેઓએ શાનદાર પાર્ટનરશીપ કરી હતી અને સારો સ્કોર સુધી પહોંચાડ્યા હતા. કોહલીએ કહ્યું કે આ મામલામાં પસંદગીકારો શું વિચારી રહ્યા છે અને શું કરવા માંગે છે. એ અહી બેસીને વાત કરી શકાય નહીં. નોંધનીય છે કે ટીમ ઇન્ડિયાએ સાઉથ આફ્રિકા સામેની ત્રણ ટેસ્ટની સીરિઝ 1-2થી ગુમાવી દીધી હતી.
PKL 2021- 'કબડ્ડી' શબ્દ ક્યાંથી આવ્યો, ભારતમાં કબડ્ડી બીજા કયા કયા નામે ઓળખાય છે, જાણ રસપ્રદ વિગત