Team India Virat Kohli Rohit Sharma: ભારતીય ક્રિકેટ ટીમના ઘણા ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યા છે. તેમાં સચિન તેંડુલકરથી લઈને વિરાટ કોહલી સુધીના ઘણા ક્રિકેટરો સામેલ છે. ભારતીય ટીમના વર્તમાન કેપ્ટન રોહિત શર્મા અને વિરાટના નામે એક ખાસ રેકોર્ડ છે. આ રેકોર્ડ હજુ સુધી કોઈ તોડી શક્યું નથી. આ બંને ખેલાડીઓ ચેમ્પિયન્સ ટ્રોફી 2013ની ફાઈનલ બાદ સૌથી વધુ સદી ફટકારવાના મામલે ODI ક્રિકેટમાં ટોચ પર છે.


કોહલી અને રોહિતના આ ખાસ રેકોર્ડને અત્યાર સુધી કોઈ તોડી શક્યું નથી. વિરાટ કોહલી ચેમ્પિયન્સ ટ્રોફી 2013 પછી ODI ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે પ્રથમ સ્થાને છે. કોહલીએ આ સમયગાળા દરમિયાન અત્યાર સુધીમાં 30 સદી ફટકારી છે. જ્યારે આ મામલામાં રોહિત બીજા સ્થાને છે. રોહિત અને કોહલી વચ્ચે 3 સદીનું અંતર છે. રોહિતે અત્યાર સુધીમાં 27 સદી ફટકારી છે.


પૂર્વ કેપ્ટન કોહલીની વાત કરીએ તો તેણે વર્ષ 2019માં વેસ્ટ ઈન્ડિઝ સામે છેલ્લી વનડે સદી ફટકારી હતી. તેણે 99 બોલમાં અણનમ 114 રન બનાવ્યા હતા. જ્યારે આ પહેલા તેણે ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા સામે ઘણી શાનદાર ઈનિંગ્સ રમી હતી. લાંબા સમય બાદ કોહલીના ફેન્સ તેની સદીની રાહ જોઈ રહ્યા છે.


કેપ્ટન રોહિતની વાત કરીએ તો તેણે વર્ષ 2020માં ઓસ્ટ્રેલિયા સામે સદી ફટકારી હતી. આ મેચમાં તેણે 128 બોલમાં 119 રન બનાવ્યા હતા. આ પહેલા રોહિતે બાંગ્લાદેશ, શ્રીલંકા, ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ સામે ઘણી સારી ઈનિંગ્સ રમી હતી.


IPL 2022: પૂર્વ ક્રિકેટરની પંજાબ કિંગ્સને, કહ્યું- ઓક્શનમાં કેપ્ટન શોધવા ના જવાય, આ ભારતીયને સોંપી દો ટીમની કમાન........


રોહિત શર્મા પોતાની કેપ્ટનશીપમાં પહેલીવાર દેખાયો, કયા ભારતીય પર ગુસ્સો કરતો વીડિયોમાં થયો કેપ્ચર, જાણો