બુધવારે જ્યારે વિરાટ કોહલીએ ક્રિકેટ અને વર્કલૉડ વિશે સવાલ કરાયો, ત્યારે ક્રિકેટને ત્રણ વર્ષ સુધી રમવાનો જવાબ આપ્યો હતો. કોહલીએ કહ્યું કે હું પહેલા વર્કલૉડનુ આકલન કરીશ, પછી ત્રણ ફોર્મેટમાંથી એક ફોર્મેટની ક્રિકેટ છોડવા અંગે વિચારી, જોકે હાલ હુ ત્રણ વર્ષ સુધી ક્રિકેટ રમીશ અને તેના માટે મેં મારી જાતને તૈયાર કરીને રાખી છે.
કોહલીએ કહ્યું કે મને ક્રિકેટ રમતા 8 વર્ષ થઇ ચૂક્યા છે. હું વર્ષમા 300 દિવસ રમી રહ્યો છુ, આમાં યાત્રા અને અભ્યાસ પણ સામેલ છે, અને આ કારણે વર્કલૉડ પણ રહે છે.
જીવનમાં અમૂક સમય એવો પણ આવે છે જ્યારે શરીર સાથ નથી આપતુ, ખાસ કરીને 34 કે 35 વર્ષની ઉંમરે આવુ થઇ શકે છે, તે સમયે હું વિચારીશ.
ઉલ્લેખનીય છે કે, ક્રિકેટનુ બિઝી શિડ્યૂલ અને વર્કલૉડ અંગે કોહલી અવારનવાર સવાલો ઉઠાવી રહ્યો છે. વિરાટ કોહલી હાલ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમનો કેપ્ટન છે.