નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની સિઝન 13માં બધાને ચોંકાવતા રૉયલ ચેલેન્જર્સ બેગ્લોરે પોતાની શરૂઆત દમદાર રીતે ત્રણ મેચો જીતીને કરી છે. કેપ્ટન વિરાટ કોહલી શાનદાર વાપસી કરી છે. રાજસ્થાન સામે કોહલીએ 53 બૉલમાં 72 રનની ઇનિંગ રમ્યા બાદ ક્રિકેટ વિશે એક મોટી વાત કહી હતી.


ત્રણ મેચોમાં પોતાના ખરાબ પ્રદર્શનથી નિરાશ થયેલા વિરાટે રાજસ્થાન સામે સારા પ્રદર્શન બાદ પોતાના દુઃખને વર્ણવ્યુ છે. વિરાટે કહ્યું - હું આ રમતને પ્રેમ કરુ છુ અને આ રમતને નફરત પણ કરુ છુ.

વિરાટ કોહલીએ રાજસ્થાનના ખેલાડી જૉસ બટલરને કહ્યું કે, તને વિચિત્ર લાગી શકે છે, મને આ રમતથી પ્રેમ પણ છે અને નફરત પણ. વિરાટે આગળ કહ્યું- તમારે એક ખેલાડી તરીકે સમજવુ જોઇએ જ્યારે તમે ક્રિકેટ રમો છો તો બહુજ વાર તમે જે કરવા ઇચ્છો છો તે તમારા બસની બહાર હોય છે. તમે સારુ ના કરવા પર નિરાશ થાઓ છો.

ટીમના કૉચ સાયમન કેટિચ જોકે વિરાટના ફોર્મથી ખુબ ચિંતિત ન હતા, કેટિચે કહ્યું કે, જે રીતે વિરાટ રમે છે, આપણે વિચારી નથી શકતા કે વિરાટ ફોર્મમાં નથી, અને નેટ પર જોયુ તે સારા ફોર્મમાં હતો, તે મોટી ઇનિંગ ના રમી શક્યો, આવુ થાય છે ટી20 ક્રિકેટમાં. વિરાટે સ્પષ્ટ રીતે કહ્યું છે કે સારી શરૂઆત કર્યા બાદ તે આરામના મુડમાં નથી.

કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ