નવી દિલ્હીઃ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પોતાના સાથી ખેલાડી યુજવેન્દ્ર ચહલને જોકર ગણાવ્યો છે, જોકે, આ વાત માત્ર મજાક પુરતી કહી હતી. સોશ્યલ મીડિયા પર લૉકડાઉનમાં એક્ટિવ થઇને ફેન્સના જવાબો આપતી વખતે કોહલીએ વાત કહી હતી.
લૉકડાઉનમાં ક્રિકેટરો પોતાના સોશ્યલ મીડિયા પર એક્ટિવ થઇને ફેન્સને સાથે વાતચીત કરે છે. આ દરમિયાન જ્યારે કોહલીને પુછવામાં આવ્યુ કે તમે સાથી ખેલાડીઓના સોશ્યલ મીડિયા વપરાશ વિશે શું કહેશો. આના પર તેને સાથી ખેલાડી યુજવેન્દ્ર ચહલની મજાક કરી હતી. તેને કહ્યું હાલના લૉકડાઉનના સમયમાં યુજવેન્દ્ર ચહલ સૌથી મોટો જોકર છે.
તેને ફની અંદાજમાં કહ્યું કે હાલના લાઇવ ચેટમાં યુજવેન્દ્ર ચહલ મને સૌથી મોટો જોકર લાગ્યો. કોહલીએ કહ્યું કે, હું પણ ચોંક્યો એક પબ્લિક ફોરમ પર જસપ્રીત બુમરાહ આટલી ડિટેલમાં વાત કરી શકે છે.
કોહલીએ કહ્યું કે હુ જોવા ઇચ્છુ છું કે પબ્લિકમાં ઉમેશ યાદવ, ભુવનેશ્વર કુમાર, બુમરાહ અને શમીનો અસલી રંગ શું છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર મોહમ્મદ શમી, વિરાટ કોહલી, રોહિત શર્મા, યુજવેન્દ્ર ચહલ, સુરેશ રૈના અને બીજા કેટલાક ખેલાડીઓ વાત કરી ચૂક્યા છે.
વિરાટ કોહલીએ ટીમ ઇન્ડિયાના આ ખેલાડીને ગણાવ્યો લૉકડાઉનનો મોટો જોકર, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 May 2020 01:12 PM (IST)
ફની અંદાજમાં કહ્યું કે હાલના લાઇવ ચેટમાં યુજવેન્દ્ર ચહલ મને સૌથી મોટો જોકર લાગ્યો. કોહલીએ કહ્યું કે, હું પણ ચોંક્યો એક પબ્લિક ફોરમ પર જસપ્રીત બુમરાહ આટલી ડિટેલમાં વાત કરી શકે છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -