નવી દિલ્હીઃ ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટેસ્ટ ટીમના કેપ્ટનપદેથી રાજીનામું આપ્યું છે.વિરાટ કોહલીએ ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી ટેસ્ટ ટીમના કેપ્ટન પદ છોડવાની જાહેરાત કરી હતી. આ નિર્ણય સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરિઝમાં હારના બીજા જ દિવસે લીધો હતો.વિરાટ કોહલીએ પોતાના મેસેજમાં બીસીસીઆઇ, મહેન્દ્રસિંહ ધોની,  રવિ શાસ્ત્રી અને અન્ય સપોર્ટ સ્ટાફનો પણ આભાર માન્યો હતો. આમ અચાનક ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ છોડીને તમામને વિરાટ કોહલીએ ચોંકાવી દીધા છે. આ નિર્ણય બાદ વિરાટ કોહલી ક્રિકેટના એક પણ ફોર્મેટમાં કેપ્ટન રહ્યો નથી એવામાં આવો જાણીએ કોહલીના ટેસ્ટ કરિયરની કેટલી સિદ્ધિઓ અને રેકોર્ડ્સ.


ભારતના સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન


વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી સફળ ભારતીય કેપ્ટન રહ્યા છે. તેમની કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડિયાએ 68 મેચમાં 40 મેચમાં જીત હાંસલ કરી છે અને 17માં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમે આ દરમિયાન 11 મેચ ડ્રો રમી છે. વિરાટની જીતની ટકાવારી 58.82 રહી છે જે પૂર્વ કેપ્ટનો સૌરવ ગાંગુલી, એમએસ ધોની અને મોહમ્મદ અઝહરુદ્દીન જેવા દિગ્ગજોથી વધુ છે.


ભારત તરફથી સૌથી વધુ ટેસ્ટમાં કેપ્ટનશીપ કરનાર ક્રિકેટર


વિરાટ કોહલી સૌથી વધુ ટેસ્ટ મેચમાં કેપ્ટનશીપ કરવા મામલામાં ભારતના ટોચના અને દુનિયાભરમા છઠ્ઠા નંબર પર છે. સાઉથ આફ્રિકાના ગ્રીમ સ્મિથે 109 મેચમાં , ઓસ્ટ્રેલિયાના એલન બોર્ડરે 93 મેચમાં, ન્યૂઝિલેન્ડના સ્ટીફન ફ્લેમિંગે 80 મેચમાં , ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગે 77 મેચમાં અને વેસ્ટ ઇન્ડિઝના ક્લાઇવ લોઇડે 74 મેચમાં કેપ્ટનશીપ કરી છે.  


 


Child's Vaccination: ભાજપ શાસિત આ રાજ્યમાં 15-18 વર્ષના તરૂણોએ રસી નહીં લીધી હોય તો સ્કૂલમાં પ્રવેશ નહીં અપાય, જાણો વિગત


Vitamin For Immunity: દેશમાં ફાટ્યો છે કોરોનાના રાફડો, આ વિટામિનનું સેવન બનાવશે ઈમ્યુનિટી મજબૂત


PAN Card: પાન કાર્ડ ખોવાઈ જાય તો પરેશાન થવાની નથી જરૂર, આ રીતે Duplicate પાન કાર્ડ માટે કરો અરજી


Assembly Election 2022: કોરોનાની સ્થિતિને લઈ ચૂંટણી પંચે શું લીધો મોટો ફેંસલો ? જાણો વિગત