Virat Kohli Viral Video: ભારતીય ટીમ (Indian Team) હાલ ઈંગ્લેન્ડના (England) પ્રવાસે છે. ટીમ ઈન્ડિયા અને યજમાન ટીમ ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની છેલ્લી સીરીઝની છેલ્લી મેચ 1 જુલાઈથી એજબેસ્ટમાં રમાનાર છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા કોરોના વાયરસ પોઝિટીવ થયા બાદ ટેસ્ટ મેચમાં રમશે કે નહી તે અંગે હજી પણ સસ્પેન્સ યથાવત છે. આ વચ્ચે ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીનો (Virat Kohli) એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં વિરાટ કોહલીનો કૂલ અંદાજ જોવા મળ્યો હતો.


વિરાટ કોહલીએ કેમેરામેનને પુછ્યું વોટ્સઅપ?
પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી શુભમન ગિલ સાથે પ્રેક્ટિસ સેશનમાં પ્રેક્ટિસ કર્યા બાદ ડ્રેસિંગ રુમ તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન એક કેમેરામેન વિરાટ કોહલીનો વીડિયો બનાવવા માટે તેની પાછળ-પાછળ ચાલવા લાગે છે. જે બાદ વિરાટ કોહલીએ ઉભા રહીને કેમેરામેનને હસતાં-હસતાં કૂલ અંદાજમાં પુછ્યું હતું - 'વોટ્સ અપ ?' સોશિયલ મીડિયા પર 75 સેકન્ડનો આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વિરાટ કોહલીનો આ વીડિયો એજબેસ્ટન નામના ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 2 લાખથી વધુ લોકો જોઈ ચુક્યા છે.






ટેસ્ટ મેચ માટે ઈંગ્લેન્ડે પોતાની ટીમ જાહેર કરીઃ
ઈંગ્લેન્ડની પ્લેઈંગ 11: એલેક્સ લીસ, જૈક ક્રાઉલી, ઓલી પોપ, જો રુટ, જોની બેયરસ્ટો, બેન સ્ટોક્સ (કેપ્ટન), સૈમ બિલિંગ્સ (વિકેટકીપર), મેથ્યુ પોટ્સ, સ્ટુઅર્ટ બ્રોડ, જૈક લીચ અને જેમ્સ એન્ડરસન.


ઇંગ્લેન્ડની ટીમે તાજેતરમાં ન્યૂઝીલેન્ડ સામે ત્રીજી ટેસ્ટ મેચ રમી હતી, જેમાં છેલ્લી ટેસ્ટ મેચમાં 7 વિકેટે જીત મેળવી હતી. ઇંગ્લેન્ડની ટીમે ગત પ્લેઇંગ-11માં બે ફેરફાર કર્યા છે અને હવે ટીમ ભારત સાથે આ નવી ટીમ સાથે મેદાનમાં ઉતરશે. છેલ્લી ટેસ્ટમાં સામેલ વિકેટકીપર બેન ફોક્સ અને જેમી ઓવર્ટોનને ટીમમાં સ્થાન નથી અપાયું. પ્લેઇંગ-11માં તેના સ્થાને વિકેટકીપર સેમ બિલિંગ્સની સાથે અનુભવી ઝડપી બોલર જેમ્સ એન્ડરસનને તક આપવામાં આવી છે.