SRH vs RCB: ગુરુવારે રમાયેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઈઝર્સ હૈદરાબાદની મેચમાં વિરાટ કોહલીને તેની ઈનિંગને કારણે ઘણો ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. કોહલી IPL 2024માં એકંદરે 145થી વધુના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી રહ્યો છે, પરંતુ SRH સામેની મેચમાં તેણે માત્ર 118.6ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી હતી. આ મેચમાં કોહલીએ 43 બોલમાં 51 રનની ઇનિંગ રમી હતી, જેમાં તેણે 5 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. સોશિયલ મીડિયા પર લોકો તેને 'સેલ્ફીશ' કહી રહ્યા છે કારણ કે તે માત્ર 118ના સ્ટ્રાઈક રેટથી રમે છે. ઘણા લોકો આને કોહલીની IPL કરિયરની સૌથી ખરાબ ઇનિંગ ગણાવી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી પાવરપ્લે ઓવરમાં ઝડપી રન બનાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પ્રથમ 6 ઓવરમાં તેણે 18 બોલમાં 32 રન બનાવ્યા હતા. પરંતુ ફિલ્ડિંગ ખુલ્યા બાદ તેનું બેટ શાંત થઈ ગયું હતું. પાવરપ્લે પછી તેણે 25 બોલ રમ્યા, જેમાં તેણે માત્ર 19 રન બનાવ્યા. તે પણ આશ્ચર્યજનક છે કે પાવરપ્લે પછી કોહલીએ પોતાની ઇનિંગ્સમાં એક પણ ફોર કે સિક્સર ફટકારી ન હતી. જ્યારે કેટલાક લોકોએ કહ્યું કે રોહિત શર્માએ 2023 ODI વર્લ્ડ કપમાં 125થી વધુની સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી હતી. એક તરફ રોહિત વનડે મેચોમાં 125ના સ્ટ્રાઈક રેટ સાથે રમી રહ્યો છે તો કોહલી ટી20માં 118ના સ્ટ્રાઈક રેટ સાથે રમી રહ્યો છે.
તમને જણાવી દઈએ કે વિરાટ કોહલીએ પણ આઈપીએલ 2024માં SRH સામેની મેચમાં 51 રનની ઈનિંગ દરમિયાન 400 રન પૂરા કર્યા છે. તે આ સિઝનમાં 400 રનનો આંકડો સ્પર્શનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. આ પહેલા 67 બોલમાં સદી ફટકારવા બદલ પણ વિરાટ કોહલીને ટ્રોલ કરવામાં આવ્યો હતો. કારણ કે 67 બોલમાં બનેલી સદી આઈપીએલના ઈતિહાસની સૌથી ધીમી સદી હતી.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ 20 ઓવરમાં 6 વિકેટે 206 રન બનાવ્યા
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ 20 ઓવરમાં 6 વિકેટે 206 રન બનાવ્યા હતા. આરસીબી માટે રજત પાટીદારે માત્ર 20 બોલમાં 50 રન બનાવ્યા હતા. જ્યારે કોહલીએ 43 બોલમાં 51 રનની ઇનિંગ રમી હતી. અંતમાં કેમેરોન ગ્રીન 20 બોલમાં 37 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. જ્યારે હૈદરાબાદ તરફથી જયદેવ ઉનડકટે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી.