નવી દિલ્હીઃ આઇપીએલની બીજી મેચ ગઇકાલે પંજાબ અને દિલ્હી વચ્ચે રમાઇ, રોમાંચક તબક્કા બાદ મેચ સુપર ઓવરમાં પહોંચી અને દિલ્હીએ મેચ જીતી લીધી. આ સાથે દિલ્હીના ફેન્સ ખુશ થયા પરંતુ પૂર્વ બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગ નિરાશ થયો છે. તેને દિલ્હીની જીત પર આપત્તિ દર્શાવી છે. તેને મેચમાં એમ્પયારના ડિસીઝન પર ગુ્સ્સો ઠાલવતા એક ટ્વીટ કર્યુ હતુ.

સહેવાગે પોતાના ટ્વીટમાં એમ્પાયરના ફેંસલા પર કટાક્ષ કરતા મેચ રિઝલ્ટ પર સવાલો ઉઠાવ્યા હતા.

સહેવાગે ટ્વીટમાં કટાક્ષ...
સહેવાગે ટ્વીટ કરીને કહ્યું- હું ઓફ ધ મેચના નિર્ણયથી સહમત નથી, જે એમ્પાયરે શોર્ટ રન આપ્યો,તે એમ્પાયરને મેન ઓફ ધ મેચ મળવો જોઇએ. આ શોર્ટ રન નહતો. મેચમાં દિલ્હી અને પંજાબની વચ્ચે આ જ અંતર હતુ.



શું હતુ વિવાદનુ કારણ....
પંજાબની હારમાં અંપાયર નિતિન મેનના એક ખોટા નિર્ણયનું પણ યોગદાન હ્યું. મેચની 19મી ઓવરમાં કગીસો રબાડા બોલિંગ કરે છે. તેના પ્રથમ બોલ પર મયંગ અગ્રવાલે ચોગ્ગો ફટકાર્યો. ત્રીજા બોલ પર રબાડાએ યોર્કર બોલ નાંખ્યો જેમા અગ્રવાલે એક્સ્ટ્રા કવર એરિયામાં ફટકાર્યો. તેની સામે રમી રમેલ ક્રિસ જોર્ડને ડેન્જર એ્ડર પર પહોંચવાનું હતું. બન્ને બેટ્સમેનોએ બે રન તોડીને પૂરા કર્યા. જોકે લેગ અમ્પાયર નિતિન મેનને તેને શોર્ટ રન આપ્યો. એટલે કે બેટ્સમેન ક્રીઝમાં પહોંચ્યા વગર જ બીજો રન દોડી ગયો. અમ્પાયર અનુસાર વિકેટકીપર એ્ડ પર જોર્ડે પોતાનું બેટ ક્રિઝ પર રાખ્યું ન હતું અને બીજો રન લઈ લીધો.

ટીવી રિપ્લેસથી સ્પષ્ટ જોવા મળ્યું કે અમ્પ્યાર નિતિન મેનનો નિર્ણય ખોટો હતો, જોર્ડને દોડતા ક્રીઝ પાર કરી હતી. ત્યાર બાદ જ સોશિયલ મીડિયા પર અમ્પાયરને નિર્ણયને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ.