નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટના પૂર્વ મહાન બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગે ટ્વીટ કરીને શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી છે. સહેવાગે કર્નલ રેન્કના અધિકારી અને ભારતીય સેનાના જવાનોને શ્રદ્ધાંજલિ આપી છે, અને ચીનની નિંદા કરી છે.


ભારત-ચીની સીમા પર સોમવારે રાત્રે હિંસક ઝડપ થઇ અને તેમા ભારતના 20 જવાનો શહીદ થયા હતા. સહેવાગે ટ્વીટ કરીને ચીન પર હુમલો કર્યો છે. સહેવાગે પોતાના ટ્વીટમાં લખ્યું- કર્નલ સંતોષ બાબુના પ્રત્યે હાર્દિક સંવેદના છે, જેમને ગલવાન ઘાટીમાં સર્વોચ્ચ બલિદાન આપ્યુ. એક સમય, જ્યારે આખી દુનિયા એક ગંભીર મહામારીને નિપટી રહી છે, આ છેલ્લી વસ્તુ છે જેની આપણને આવશ્યકતા છે, મને આશા છે કે ચીની સુધરી જાઓ.....



પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી)ની સાથે તણાવ ઓછો કરવાના પ્રયાસો દરમિયાન આમનો સામનો થયો થયો. સુત્રો અનુસાર ચીની પક્ષે પણ મોટુ નુકશાન થયુ છે, પણ હંમેશાની જેમ કૉમ્યુનિસ્ટ સરકારે વાસ્તવિક આંકડાનો ખુલાસો નથી કર્યો.



ચીનને શું આરોપ લગાવ્યો છે?
ચીને આરોપ લગાવ્યો છે કે, ભારતીય સૈનિકોએ 15 જૂનના રોજ બે વખત ગેરકાયદેસર ગતિવિધિઓ માટે બોર્ડર ક્રોસ કરી અને ચીનના કર્મીઓને ભડકાવ્યા અને તેમના પર હુમલો કર્યો જેના કારણે બન્ને પક્ષોની વચ્ચે ગંભીર મારપીટ થઈ. સાથે જ તેમણે ભારતીય સેનાના એ નિવેદનનો પણ વિરોધ કર્યો કે ગલવાન ખીણમાં તણાવ ઓછો કરવાની પ્રક્રિયા દરમિયાન સૈનિકોની વચ્ચે હિંસક અથડામણ થઈ.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિનજિયાને સરહદ પર ભારતીય સૈનિકોની શહીદ થવાના અહેવ વિશે પૂછવા પર બીજિંગમાં કહ્યું કે, તમને જે જણાવી રહ્યા છે તેના વિશે મને કોઈ જાણકારી નથી. ઝાઓએ કહ્યું કે, અમારા સૈનિકોની ઉચ્ચસ્તરીય બેઠક થઈ હતી અને સરદ પર સ્થિતિને સામાન્ય બનાવવા વિશે મહત્ત્વપૂર્ણ સમહતી બની હતી, પરંતુ આશ્ચર્યજનક રીતે 15 જૂનના રોજ ભારતીય સૈનિકો અમારી સહમતિનું ગંભીર રીતે ઉલ્લંઘન કર્યું અને ગેરકાયેદસર ગતિવિધિઓ માટે બે વખત બોર્ડર ક્રોસ કરી.



પ્રવક્તાએ કહ્યું કે, અમે એક વખત ફરી ભારતીય પક્ષને કહેવા માગીએ છીએ કે સહમતિનું પાલન કરો. ભારત પોતાની સેનાને કન્ટ્રોલમાં રાખે. પોતાના સૈનિકો પર કડકાઈથી નિયંત્રણ રાખે અને બોર્ડર ક્રોસ ન કરે, સમસ્યા ઉભી ન કરે અને એકતરફી પગલા ન લે, જેથી કેસ જટિલ બની જાય. ઝાઓએ કહ્યું કે, બન્ને પક્ષ વાર્તા અને વિચાર વિમર્શના માધ્યમથી મુદ્દાનું સમાદાન, સ્થિતિને સામાન્ય બનાવાવનો પ્રયત્ન કરવા સહમત થયા અને બોર્ડર એરિયામાં શાંતિ અને સુરક્ષા જાળવી રાખવા માટે સહમત થયા.