Matthew Wade T20 World Cup 2022: આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022માં ફરી એકવાર કોરોનાની એન્ટ્રી થઇ ચૂકી છે. એક પછી એક ખેલાડીઓ કોરોનાની ઝપેટમાં આવવાના સમાચાર સામે આવી રહ્યાં છે. રિપોર્ટ છે કે, યજમાન ટીમ ઓસ્ટ્રેલિયાને ફરીથી એક મોટો ઝટકો લાગ્યો છે, તેની ટીમનો બીજો મોટો ખેલાડી મેથ્યૂ વેડ કોરોનાથી સંક્રમિત થયો છે. ઉલ્લેખનીય છે કે, મેથ્યૂ વેડ હાલમાં ઓસ્ટ્રેલિયન ટીમનો અનુભવી અને મુખ્ય વિકેટકીપર બેટ્સમેન છે, પરંતુ કોરોનાથી સંક્રમિત થતાં જ ટીમ મુશ્કેલીમાં મુકાઇ ગઇ છે. મેથ્યૂ વેડે ગત ટી20 વર્લ્ડકપ 2021માં ટીમને જીત અપાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી, તેની આક્રમક બેટિંગના કારણે જ ટીમ પહેલીવાર ટી20 વર્લ્ડકપ ચેમ્પીયન બની હતી. 


રિપોર્ટ છે કે, મેથ્યૂ વેડ કોરોનાથી સંક્રમિત થયા બાદ લૉઅર મીડલ ઓર્ડરમાં ટીમને આક્રમક બેટ્સમેનની મોટી ખોટ પડી શકે છે, હાલમાં વિકેટકીપર બેટ્સમેન તેના જેવો બીજો કોઇ નથી. ઓસ્ટ્રેલિયન ટીમ વર્ષ 2021 ટી20 વર્લ્ડકપ ચેમ્પીયન ટીમ છે અને વર્ષ 2022ની ટી20 વર્લ્ડકપની યજમાની કરી રહી છે. પરંતુ કોરોનાનો ભય ટીમને વધુ નબળી બનાવી શકે છે.


ત્રણ દિવસમાં બે કાંગારુ ક્રિકેટરો કોરોનાથી સંક્રમિત -
આ પહેલા શ્રીલંકા સામેની મેચ અગાઉ ઓસ્ટ્રેલિયન સ્ટાર સ્પીનર એડમ ઝમ્પા પણ કોરોનાથી સંક્રમિત થયો હતો, એડમ જામ્પા પણ ટીમનો મુખ્ય લેગ-સ્પિનર હોવાની ઉપરાંત મેચ વિનર ખેલાડી છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા આઇરિશ ઓલરાઉન્ડર જ્યોર્જ ડોકરેલ સકારાત્મક પરીક્ષણ પરિણામ હોવા છતાં શ્રીલંકા સામે રમ્યાના દિવસો બાદ આ સમાચાર આવ્યા હતા. 30 વર્ષીય લેગ સ્પિનરમાં ​​માત્ર હળવા લક્ષણો દેખાયા હતા. મેચ ઝમ્પાએ ટીમ સાથે પ્રેક્ટિસ નહોતી કરી.