T20 WC 2022: આજે આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022માં બે મહત્વની ટીમો વચ્ચે મેચ શરૂ થઇ ચૂકી છે. બાંગ્લાદેશ અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ પર ખાસ કરીને ભારતીય ટીમની નજર રહેશે, કેમ કે બન્ને ટીમો અત્યારે ભારતીય ટીમના ગૃપમાં એટલે કે ગૃપ 2માં રમી રહી છે. પૉઇન્ટ ટેબલમાં બાંગ્લાદેશની ટીમ એક મેચ જીતીને ટૉપ પર છે, જ્યારે સાઉથ આફ્રિકાની ટીમને ઝિમ્બાબ્વે સામેની મેચમાં વરસાદના કારણે એક-એક પૉઇન્ટ મળી ચૂક્યા છે. 


શરૂઆતમાં આજે વરસાદ પડવાના કારણે દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં વરસાડ પડ્યો હતો, પરંતુ અત્યારે મેચ શરૂ થઇ ચૂકી છે.   


મેચમાં વરસાદી વિઘ્ન -
આઇસીસી ટી20 વર્લ્ડકપની આજે મહત્વની મેચ રમાઇ રહી છે, સુપર 12 રાઉન્ડમાં અત્યારે સવારે દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાઇ રહી છે. આજની મેચ સીડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઇ રહી છે, પરંતુ હાલમાં મેચ વરસાદના કારણે ડીલે થઇ રહી છે. 


મેચમાં દક્ષિણ આફ્રિકાના કેપ્ટન તેમ્બા બવુમાએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો ફેંસલો કર્યો છે, અને બાંગ્લાદેશને પહેલા બૉલિંગ માટે આમંત્રણ આપ્યુ છે. આ મેચમાં અત્યાર સુધી દક્ષિણ આફ્રિકાની શરૂઆત સારી રહી છે. 5.3 ઓવર સુધીની મેચ રમાઇ છે અને હાલ સ્થગિત છે. મેચમાં 5.3 ઓવરમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 1 વિકેટ ગુમાવીને 60 રનના સ્કૉર પર પહોંચી ચૂકી છે. જ્યારે બાંગ્લાદેશની વાત કરીએ તો મેચમાં એકમાત્ર વિકેટ તસ્કીન અહેમદને મળી છે, તસ્કીન અત્યાર સુધી 2 ઓવર બૉલિંગ ફેંકી છે અને 23 રન આપી ચૂક્યો છે. શરૂઆતમાં આજે વરસાદ પડવાના કારણે દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં વરસાડ પડ્યો હતો, પરંતુ અત્યારે મેચ શરૂ થઇ ચૂકી છે.   


દક્ષિણ આફ્રિકા ટીમ -
ક્વિન્ટૉન ડીકૉક (વિકેટકીપર), તેમ્બા બવુમા (કેપ્ટન), રીલે રોસો, એડન માર્કરમ, ડેવિડ મિલર, તિસ્તન સ્ટબ્સ, વેન પાર્નેલ, કેશવ મહારાજ, કગિસો રબાડા, એનરિક નૉર્ટ્ઝે, તબરેજ શમ્સી. 


બાંગ્લાદેશ ટીમ - 
સૌમ્યા સરકાર, નજમુલ હૂસેન શાન્તો, લિટન દાસ, શાકિબ અલ હસન (કેપ્ટન), આસિફ હૂસેન, નુરુલ હસન (વિકેટકીપર), મોસાડેક હૂસેન, મેહંન્દી હસન, તસ્કીન અહેમદ, હસન મહમૂદ, મુસ્તફિઝૂર રહેમાન.