નવી દિલ્હીઃ ક્રિકેટમાં સ્વિંગની દુનિયાના બાદશાહ અને પાકિસ્તાનનો પૂર્વ ફાસ્ટ બૉલર વસીમ અકરમ બૉલ દરેકને યાદ છે, ડાબા હાથનો આ બૉલર બન્ને સાઇડથી બૉલને આસાનીથી સ્વિંગ કરાવી શકતો હતો, હવે તેને એક પાકિસ્તાનના જ પૂર્વ ક્રિકેટર પર મોટુ નિવેદન આપ્યુ છે. તેને મિસ્બાહને ચાર બૉલને ખેલાડી ગણાવ્યો છે.


ઇસ્લામાબાદ યુનાઇટેડના સ્ટ્રેટેજી મેનેજર હસન ચીમાએ ઇંગ્લેન્ડના ફાસ્ટ બૉલર સ્ટીવન ફિન સાથે વાત કરતા દાવો કર્યો, એકવાર વસીમ અકરમે તેને જણાવ્યુ હતુ કે તે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન મિસ્બાહ-ઉલ-હકને ચાર બૉલમાં આઉટ કરી શકે છે. હસન ચીમાએ યાદ કર્યુ કે પાકિસ્તાનના દિગ્ગજે એક પ્રેક્ટિસ સેશન દરમિયાન આવુ નિવેદન આપ્યુ હતુ.

વસીમ અકરમે હસન ચીમાને કહ્યું હતુ કે ફિને તેને (મિસ્બાહ) દર બીજા બૉલે આઉટ કેમ ના કર્યો? તે ચાર બૉલને બેટ્સમેન છે, મને ખબર છે કે ચાર બૉલમાં તેને કઇ રીતે આઉટ કરી શકાય.

વસીમ અકરમ જેવા ક્રિકેટરો લાઇફટાઇમમાં એકવાર ક્રિકેટ જગતમાં રમનારા ખેલાડીઓ છે, અકરમ એક સપનાનો ખેલાડી હતો જેને દરેક લોકો જોવા માંગતા હતા. અકરમ ફાસ્ટ બૉલર પણ હતો અને બન્ને બાજુથી સારુ સ્વિંગ પણ કરી શકતો હતો.



ખાસ વાત છે કે અકરમે વર્ષ 2003ના વર્લ્ડકપમાં 500 વિકેટના આંકડાને અડીને રેકોર્ડ સર્જી દીધો હતો. તે સમયે અકરમ એલન ડોનાલ્ડ, ગ્લેન મેકગ્રા, વકાર યુનિસ, જોએલ ગાર્નર અને મુથૈયા મુરલીધરનથી આગળ હતો. રિટાયરમેન્ટ બાદ અકરમે આઇપીએલ અને પીસીએલમાં પણ કૉચિંગનો કાર્યભાર સંભાળ્યો, અકરમે ટેસ્ટમાં 414 વિકેટ અને વનડેમાં 502 વિકેટ લીધી હતી.