IND vs PAK: રવિવારે એશિયા કપમાં ભારત-પાકિસ્તાન (IND vs PAK) મેચ પછી, પ્રસ્તુતકર્તા સંજય માંજરેકરે ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનો ઇન્ટરવ્યુ લીધો. આ ઈન્ટરવ્યુ પોતાનામાં ખૂબ જ ખાસ હતો. કારણ કે આ બંને વચ્ચે ત્રણ વર્ષ પહેલા સોશિયલ મીડિયા પર વિવાદ થયો હતો. ત્યારથી લઈને આજ સુધી આ બંને કોઈ સ્ટેજ પર સામસામે આવ્યા ન હતા.


હવે રવિવારે, જ્યારે બ્રોડકાસ્ટિંગ પેનલમાં રહેલા માંજરેકરને જાડેજાનો ઈન્ટરવ્યુ લેવા માટે કહેવામાં આવ્યું, ત્યારે તે ખૂબ જ રસપ્રદ દૃશ્યમાં ફેરવાઈ ગયું. માંજરેકરે તેમના ઈન્ટરવ્યુની શરૂઆતમાં જ કંઈક એવું કહ્યું જેનાથી તેઓ ફરી ચર્ચામાં આવ્યા.


માંજરેકરે કહ્યું, 'રવીન્દ્ર જાડેજા અહીં મારી સાથે છે. પહેલો સવાલ એ છે કે, શું તને મારી સાથે વાત કરવામાં આરામદાયક લાગે છે, જડ્ડુ?' આના પર જાડેજાએ સ્માઈલ આપીને કહ્યું, 'હા, અલબત્ત, મને કોઈ વાંધો નથી.' આ પછી જાડેજા અને માંજરેકર વચ્ચે સવાલ-જવાબનો દોર ચાલુ રહ્યો હતો.






ત્રણ વર્ષ પહેલા પણ આવો વિવાદ થયો હતો


2019 વર્લ્ડ કપ દરમિયાન, સંજય માંજરેકરે જાડેજા માટે કહ્યું હતું કે, 'હું એવા ખેલાડીઓનો પ્રશંસક નથી કે જેઓ બીટ્સ અને પીસ (દરેક વિભાગમાં થોડું યોગદાન) આપે છે. જાડેજા 50 ઓવરની ક્રિકેટમાં આ તબક્કે છે. ટેસ્ટ મેચોમાં તે શુદ્ધ બોલર છે, પરંતુ વનડે ક્રિકેટમાં હું બેટ્સમેન કે સ્પિનરને પસંદ કરીશ. જેના પર જાડેજાએ ટ્વીટ કરીને જવાબ આપ્યો હતો. જાડેજાએ લખ્યું હતું કે, 'હું તમારા કરતા બમણી મેચ રમી ચૂક્યો છું અને હજુ પણ રમી રહ્યો છું. લોકોએ જે પ્રાપ્ત કર્યું છે તેનો આદર કરતા શીખો. મેં તમારા વર્બલ ડાયેરીયા વિશે ઘણું સાંભળ્યું છે.’