MS Dhoni Celebrate Chandrayaan-3 Landing: બુધવારે (23 ઓગસ્ટ), ભારત ચંદ્રયાન-3 સાથે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ઉતરાણ કરનાર પ્રથમ દેશ બન્યો હતો. દરેક ભારતીયે આ ક્ષણની ઉજવણી કરી હતી. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પણ આ ક્ષણની ઉજવણી કરી હતી. ધોનીની ઉજવણી કરતો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ધોની ખાસ ક્ષણની ઉજવણી કરતો જોઈ શકાય છે.         






વાયરલ વીડિયોમાં ધોની બ્લુ ટેન્ક ટોપ અને જિમ શોર્ટ્સમાં જોવા મળી રહ્યો છે. તે ખૂબ જ શાંત રીતે ચંદ્રયાન-3ના લેન્ડિંગની ઉજવણી કરતો જોવા મળે છે. ધોનીની પત્ની સાક્ષીએ પણ એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેની પુત્રી જીવા ચંદ્રયાન-3ના ઉતરાણની ઉજવણી કરતી જોવા મળી હતી.


નોંધનીય છે કે ધોની સિવાય ઘણા ક્રિકેટરોએ સોશિયલ મીડિયા દ્વારા ચંદ્રયાન-3ના લેન્ડિંગ પર અભિનંદન પાઠવ્યા હતા. આ યાદીમાં દિગ્ગજ સચિન તેંડુલકરથી લઈને વિરાટ કોહલી પણ સામેલ છે. ભૂતપૂર્વ ભારતીય ખેલાડીઓ વીરેન્દ્ર સેહવાગ, ગૌતમ ગંભીરથી લઈને વર્તમાન ક્રિકેટર સૂર્યકુમાર યાદવ અને યુઝવેન્દ્ર ચહલે પણ અભિનંદન પાઠવ્યા હતા. સેહવાગે ટ્વીટ કરીને લખ્યું, અમે કરી બતાવ્યું. ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ. આ સિવાય સેહવાગે ઈસરો અને આ ઐતિહાસિક મિશનમાં પોતાની જાતને સામેલ કરનારા તમામ લોકોને અભિનંદન પાઠવ્યા હતા. સેહવાગે આગળ લખ્યું કે, "અમે ચંદ્ર પર છીએ." ભૂતપૂર્વ દિગ્ગજ સચિન તેંડુલકરે ટ્વીટમાં લખ્યું, "વિજયી વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઉંચા રહે હમારા."                   


ભારત ચંદ્ર પર પહોંચનાર ચોથો દેશ બન્યો


ઉલ્લેખનીય છે કે, ભારત ચંદ્ર પર પહોંચનારો ચોથો દેશ બની ગયો છે. આ પહેલા અમેરિકા, ચીન અને રશિયા ચંદ્રની સપાટી પર ઉતરી ચૂક્યા છે. ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર પ્રથમ દેશ બન્યો. નોંધપાત્ર રીતે, 23 ઓગસ્ટે ચંદ્રયાન-3 એ લગભગ 6.04 (સાંજે) વાગ્યે સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું.