India vs New Zealand 2nd ODI: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ વન-ડે સીરીઝની બીજી મેચ રાયપુરમાં રમાઈ રહી છે. આ મેચ માટે ટોસ કરવામાં આવ્યો છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ ટોસ દરમિયાન એક રમૂજી ઘટના બની હતી. વાસ્તવમાં ટોસ જીત્યા બાદ રોહિત શર્મા 20 સેકન્ડ સુધી વિચારતો રહ્યો કે તેણે શું નિર્ણય લેવાનો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આવું પહેલીવાર બન્યું છે કે જ્યારે કોઈ કેપ્ટને પોતાનો નિર્ણય લેવામાં 20 સેકન્ડનો સમય લીધો હોય. સામાન્ય રીતે એવું જોવા મળે છે કે ટોસનો સિક્કો જમીન પર પડતાની સાથે જ કેપ્ટન તરત જ પોતાનો નિર્ણય જણાવી દે છે. પરંતુ બીજી મેચના ટોસ બાદ રોહિત શર્મા વિચારમાં હતો.






રોહિત શર્મા શું ભૂલી ગયો?


વાસ્તવમાં કેપ્ટન અને ટીમ મેનેજમેન્ટ પહેલાથી જ નક્કી કરે છે કે ટોસ જીત્યા પછી શું નિર્ણય લેવો? કારણ કે તે લોકો પિચને પહેલાથી જોઈને પરિસ્થિતિનો અંદાજ લગાવે છે. રાયપુરમાં રમાનાર મેચ પહેલા કેપ્ટન અને ટીમ મેનેજમેન્ટે ટોસ જીત્યા બાદ શું નિર્ણય લેવો તેની વાત કરી હશે? પરંતુ જ્યારે રોહિત શર્મા ટોસ માટે મેદાન પર આવ્યો ત્યારે તે સિક્કો ઉછળ્યા બાદ નિર્ણય લેવાનું ભૂલી ગયો હતો. આ દરમિયાન ટોસ કંડક્ટ કરવા આવેલા મેચ રેફરી જવાગલ શ્રીનાથ, રવિ શાસ્ત્રી અને ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટોમ લાથમ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માના નિર્ણયની રાહ જોઈ રહ્યા હતા. રોહિતે લગભગ 20 સેકન્ડ પછી પોતાનો નિર્ણય જણાવ્યો હતો. દરમિયાન ત્યાં હાજર તમામ લોકો હસવા લાગ્યા હતા.


રોહિતને ભૂલી જવાની આદત છે


એ હકીકત છે કે રોહિત શર્માને ભૂલી જવાની આદત છે. ભૂતકાળમાં તેની બેગ સિવાય તે તેની સાથે તેનો પાસપોર્ટ લેવાનું પણ ભૂલી ગયો છે. તેની ભૂલી જવાની આદતનો ખુલાસો તેના સાથી ક્રિકેટરોએ ઘણી વખત કર્યો છે. આવી જ એક વખતે તે પોતાની બેગ એરપોર્ટ પર ભૂલી ગયો હતો. પ્રવાસ પરના ઘણા ખેલાડીઓ તેને પોતાની સાથે ઘણી વસ્તુઓ લઈ જવાનું યાદ અપાવે છે. કદાચ આ જ કારણ હશે કે તે ટોસ સમયે નિર્ણય લેવાનું ભૂલી ગયો હતો.