શેન વૉટસનનુ જે ટ્વીટ વાયરલ થઇ રહ્યું છે, તે મેચથી ઠીક એક દિવસ પહેલાનુ છે. શેન વૉટસને પોતાના ટ્વીટમાં સીએસકેની મોટી જીતનો દાવો કર્યો હતો, અને તેને નિર્ણાયક ભૂમિકા નિભાવતા આ સંભવ પણ કરી બતાવ્યુ હતુ કે સીએસકે એક પરફેક્ટ ગેમમાં આવી રહ્યું છે.
શેન વૉટસન માટે આઇપીએલ 13ની શરૂઆત બિલકુલ સારી ના રહી. વૉટસન પોતાની પહેલી મેચમાં માત્ર ચાર રન બનાવી શક્યો, બીજી મેચમાં વૉટસને 33 રનની ઇનિંગ રમી, પરંતુ ટીમ રાજસ્થાન રૉયલ્સ સામેની મેચ હારી ગયુ. આ પછી છેલ્લી બે મેચોમાં વૉટસન માત્ર 14 અને 1 રનની ઇનિંગ રમી શક્યો હતો.
પરંતુ કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધ મેચમાં વૉટસને પોતાનો જુનો અવતાર બતાવ્યો, વૉટસને ડુ પ્લેસીસની સાથે મળીને પહેલી વિકેટ માટે અણનમ 181 રની ભાગીદારી કરી અને ટીમને 10 વિકેટથી મોટી જીત અપાવી હતી.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ