WC 2023, Rahmanullah Gurbaz: ભારતમાં અત્યારે વર્લ્ડકપ ચાલી રહ્યો છે, અને બીજીબાજુ દિવાળીના તહેવારોની ધૂમ છે, ભારતીયો માટે અત્યારે ડબલ ખુશીઓ છે, ત્યારે આ બધાની વચ્ચે અફઘાનિસ્તાનના ક્રિકેટરે તમામ ભારતીયોનું દિલ જીતી લીધું છે. હાલમાં સોશ્યલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં અફઘાન બેટ્સમેન રહેમાનુલ્લા ગુરબાઝ અમદાવાદમાં ગરીબોને દિવાળી કરવા માટે રૂપિયા વહેંચતો દેખાઇ રહ્યો છે. 


અફઘાનિસ્તાનની ટીમ વર્લ્ડકપ 2023ની સેમિફાઇનલમાં સ્થાન મેળવવાથી ચૂકી ગઈ હતી, પરંતુ આ ટીમના ખેલાડીઓએ પોતાની રમત અને જુસ્સાથી લોકોના દિલ જીતી લીધા હતા. તેના ખેલાડીઓએ મેદાન પર અને મેદાનની બહાર પ્રશંસનીય વર્તન દર્શાવ્યું હતું. આ દરમિયાન અફઘાનિસ્તાનના બેટ્સમેન રહેમાનુલ્લા ગુરબાઝે પણ કંઈક એવું કર્યું છે જે હેડલાઈન્સમાં છે.


સોશ્યલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં રહેમાનુલ્લા ગુરબાઝ ચુપચાપ રસ્તા પર બેઠેલા જરૂરિયાતમંદ લોકોની મદદ કરી રહ્યો છે. તે અમદાવાદની શેરીઓમાં ગરીબોને પૈસા આપી રહ્યો છે જેથી તેઓ દિવાળીની ઉજવણી કરી શકે. આ વીડિયોમાં જોવા મળે છે કે ગુરબાઝ ચુપચાપ લોકોની મદદ કરી રહ્યો છે અને પછી ચુપચાપ પોતાની કારમાં જતો રહ્યો છે.


સોશ્યલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં રહેમાનુલ્લા ગુરબાઝ ચુપચાપ રસ્તા પર બેઠેલા જરૂરિયાતમંદ લોકોની મદદ કરી રહ્યો છે. તે અમદાવાદની શેરીઓમાં ગરીબોને પૈસા આપી રહ્યો છે જેથી તેઓ દિવાળીની ઉજવણી કરી શકે. આ વીડિયોમાં જોવા મળે છે કે રહેમાનુલ્લા ગુરબાઝ ચુપચાપ લોકોની મદદ કરી રહ્યો છે અને પછી ચુપચાપ પોતાની કારમાં જતો રહ્યો છે.






વર્લ્ડકપ 2023ની સેમિફાઈનલ માટે ચાર ટીમો નક્કી થઈ ગઈ છે. પ્રથમ સેમિફાઇનલ 15 નવેમ્બરે લીગ સ્ટેજમાં ટોચના સ્થાને રહેલી ભારત અને લીગ સ્ટેજમાં ચોથા સ્થાને રહેલ ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. બીજી મેચ 16મી નવેમ્બરના રોજ બીજા નંબરની દક્ષિણ આફ્રિકા અને ત્રીજા સ્થાને રહેલી ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. ટૂર્નામેન્ટની ફાઈનલ 19 નવેમ્બરે અમદાવાદમાં રમાશે.