તેણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું, અશ્વેત લોકોની જિંદગી બીજા લોકોની જિંદગી જેટલું જ મહત્વ ધરાવે છે. હું સમગ્ર વિશ્વમાં ફર્યો છું અને રંગભેદની વાત સાંભળી છે. કારણકે હું અશ્વેત છું, વિશ્વાસ કરો. રંગભેદ માત્ર ફૂટબોલમાં જ નહીં ક્રિકેટમાં પણ છે. એટલે સુધી કે વિવિધ ટીમોમાં પણ અશ્વેત હોવાનો મને અનેક વખત અનુભવ થયો છે.
વેસ્ટ ઈન્ડિઝનો ઓપનિંગ બેટ્સમેન ક્રિસે ગેઇલ થોડા દિવસો પહેલા પણ વિવાદમાં આવ્યો હતો. તેણે પૂર્વ સાથી ખેલાડી રામનરેશ સરવનને લઈ આપેલા નિવેદનના કારણે વિવાદ થયો હતો. જોકે બાદમાં ગેઇલે તેના નિવેદનને લઈ માફી માંગી લીધી હતી.
માંચેસ્ટર યુનાઈટેડ અને ઈંગ્લેન્ડના ફૂટબોલ ખેલાડી માર્કસ રશફોર્ડે પણ ફ્લોઇડના મોત બાદ કહ્યું કે, આ સમાજ પહેલા કરતાં વધારે વહેંચાયેલો લાગે છે.