World Cup Qualifiers 2023 Scotland vs West Indies Harare: વર્લ્ડ કપ ક્વોલિફાયર 2023 સુપર સિક્સીસ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને સ્કોટલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. સ્કોટલેન્ડે 7 વિકેટે શાનદાર જીત નોંધાવી હતી. આ હાર સાથે વેસ્ટ ઈન્ડિઝની ટીમ વનડે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ હતી. આ પહેલીવાર છે જ્યારે વેસ્ટ ઈન્ડિઝની ટીમ વનડે વર્લ્ડ કપમાં નહીં રમે. તે બે વખત ચેમ્પિયન રહી ચૂકી છે. સ્કોટલેન્ડ સામે વેસ્ટ ઈન્ડિઝની હાર પાછળ ઘણા કારણો હતા. તેમાંથી ખરાબ બેટિંગ મહત્ત્વનું કારણ હતું.


ખરાબ બેટિંગ  


વેસ્ટ ઈન્ડિઝની ટીમ સ્કોટલેન્ડ સામે 181 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. તેની હાર પાછળ આ એક મહત્વનું કારણ હતું. ટીમની બેટિંગ લાઇન અપ સંપૂર્ણ રીતે ફ્લોપ રહી હતી. હારના ત્રણ મોટા કારણો પૈકી એક ફ્લોપ ઓપનિંગ હતું. ઓપનર બેન્ડન કિંગ 22 બોલમાં 22 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે ચાર્લ્સ ખાતું ખોલાવ્યા વગર આઉટ થઈ ગયો હતો. આ પછી તરત જ બ્રુક્સ પણ શૂન્ય પર આઉટ થયો હતો. ટીમનો મિડલ ઓર્ડર પણ ફ્લોપ રહ્યો હતો. કેપ્ટન શાઈ હોપ 13 રન બનાવીને આઉટ થયો હતો. કાયલ મેયર્સ 5 રન બનાવીને આઉટ થયો હતો.


બોલિંગ પ્રદર્શન  ખરાબ 


વેસ્ટ ઈન્ડિઝની હારનું બીજું મહત્વનું કારણ બોલિંગ પ્રદર્શન હતું. હોલ્ડરે ટીમ માટે પ્રથમ વિકેટ લીધી હતી. તેણે સ્કોટલેન્ડના ઓપનર ક્રિસ્ટોફર મેકબ્રાઈડને શૂન્ય પર આઉટ કર્યો હતો. પરંતુ આ પછી કોઈ બોલર ક્રોસ અને મેકમુલનની જોડીને સમયસર તોડી શક્યો નહોતો. મેકમુલન 69 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 8 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. જ્યારે ક્રોસ અણનમ રહ્યો હતો. તેણે 7 ચોગ્ગાની મદદથી 74 રન બનાવ્યા હતા.


એકંદરે ટીમનું પ્રદર્શન


વેસ્ટ ઈન્ડિઝની હારનું ત્રીજું મહત્વનું કારણ ટીમનું એકંદર પ્રદર્શન હતું. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓએ 100 ટકા મહેનત કરી ન હતી. મેચ દરમિયાન ખેલાડીઓએ મિસફિલ્ડિંગ કરી અને કેચ પણ છોડ્યા. જો કે હાર બાદ ટીમના કેપ્ટન શાઈ હોપે ખેલાડીઓનું સમર્થન કર્યું હતું. તેણે કહ્યું કે કેચ અને મિસફિલ્ડ્સ મિસિંગ મેચનો હિસ્સો છે. પરંતુ મને લાગે છે કે અમે હંમેશા 100 ટકા પ્રયાસ કર્યો નથી.