કિંગ્સ્ટન ઓવલઃ વેસ્ટ ઈન્ડિઝે ભારત પ્રવાસ માટેની કીયેરોન પોલાર્ડની કેપ્ટન્સી હેઠળની 16 સભ્યોની ટી-૨૦ ટીમની જાહેરાત કરી દીધી છે. કીયેરોન પોલાર્ડના વાઈસ કેપ્ટન તરીકે નિકોલસ પૂરણની પસંદગી કરવામાં આવી છે.


ભારત માટે રાહતના સમાચાર એ છ કે,  ફિટનેસની સમસ્યાનો સામનો કરી રહેલા તોફાની બેટ્સમેન હેતમાયરને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. ડેસમંડ હેઈન્સની આગેવાની હેઠળની સિલેક્શન પેનલે હાલ ઈંગ્લેન્ડ સામે શ્રેણી રમી રહેલી ટીમને જ ભારત સામેની શ્રેણી માટે યથાવત્ રાખી છે. વેસ્ટ ઈન્ડિઝે આશ્ચર્યજનક રીતે આ સીરિઝ જીતી લીધી છે.


ભારત અને વિન્ડિઝ વચ્ચે 16 ફેબુ્રઆરીથી ત્રણ ટી-20 મેચની શ્રેણીનો પ્રારંભ થશે. પહેલી મેચ 16 ફેબ્રુઆરીએ રમાયા પછી 18 ફેબ્રુઆરી અને 20 ફેબ્રુઆરીએ બાકીની બે ટી-20 મેચ રમાશે. ત્રણેય ટી-20 કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાશે. ટી-20 સીરિઝ  અગાઉ તારીખ 6 ફેબ્રુઆરી,  9ફેબ્રુઆરી અને 11 ફેબ્રુઆરીએ ભારત અને વિન્ડિઝ વચ્ચે ત્રણ વન ડે મેચની વન ડે શ્રેણી રમાશે. આ શ્રેણીની તમામ મેચો અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.


અગાઉ વિન્ડિઝની પસંદગી સમિતિએ ભારત પ્રવાસ માટેની વન ડે ટીમની જાહેરાત કરી હતી. આ વન ડે ટીમમાં સામેલ 11 ખેલાડીઓને ટી-20 શ્રેણી માટેની ટીમમાં પણ સમાવવામાં આવ્યા છે. તાજેતરમાં વિન્ડિઝના મીડિયામાં વાઈરલ બનેલી વોઈસ ટેપમાં પોલાર્ડે કથિત રીતે જે ખેલાડીને ટાર્ગેટ બનાવ્યો હોવાનું મનાય છે તે ઓડેન સ્મિથે પણ ટીમમાં તેનું સ્થાન જાળવી રાખ્યું હતુ.


ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાં પ્રભાવ પાડનારા રોવમાન પોવેલ અને હોસૈનને વિન્ડિઝની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.


વિન્ડિઝની ટી-20 ટીમ : કીયેરોન પોલાર્ડ (કેપ્ટન), નિકોલસ પૂરણ (વાઈસ કેપ્ટન), ફેબિયન એલન, ડેરૈન બ્રાવો, રોસ્ટન ચેઝ, શેલ્ડન કોટ્રેલ, ડોમિનિક ડ્રેક્સ, જેસન હોલ્ડર, શાઈ હોપ, અકીયલ હોસૈન, બ્રેન્ડન  કિંગ, રોવમાન પોવેલ, રોમારીયો શેફર્ડ, ઓડીયન સ્મિથ, કાયલે માયેર્સ, હેડન વોલ્શ જુનિયર.