West Indies tour of India, 2022: ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકા સામેની વનડે સીરીઝ બાદ ઘરઆંગણે વેસ્ટ ઈન્ડિઝ સામે મર્યાદિત ઓવરની ક્રિકેટ રમવાની છે. પૂર્વ આયોજિત શેડ્યૂલ અનુસાર બંને ટીમો વચ્ચે ત્રણ વનડે અને આટલી ટી-20 મેચોની શ્રેણી રમાવાની છે, પરંતુ હવે આ સાથે જોડાયેલી મોટી માહિતી સામે આવી છે, જેનાથી ચાહકો નિરાશ થઈ ગયા છે.


ભારત-વેસ્ટ ઈન્ડિઝની મેચ માત્ર 2 સ્થળો પર રમાશે


વાસ્તવમાં સીરિઝની મેચો અલગ-અલગ સ્થળોએ રમવાની છે, પરંતુ રિપોર્ટ્સ અનુસાર કોરોનાને કારણે શેડ્યૂલમાં ફેરફાર થઈ શકે છે. આ તમામ 6 મેચો માત્ર બે શહેરોમાં જ આયોજિત કરવાનો વિચાર ચાલી રહ્યો છે, જેમાં અમદાવાદ અને કોલકાતાનું નામ સામે આવ્યું છે. પૂર્વ આયોજિત કાર્યક્રમ મુજબ આ ODI શ્રેણી અમદાવાદ, જયપુર, કોલકાતામાં યોજાવાની છે, જ્યારે T20 શ્રેણી વિશાખાપટ્ટનમ, કટક અને તિરુવનંતપુરમમાં યોજાવાની છે.


અમદાવાદ અને કોલકાતાના નામ પર વિચારણા


સૂત્રોએ પીટીઆઈને જણાવ્યું હતું કે, “બુધવારે સેક્રેટરી અને પ્રમુખ સાથેની બેઠકમાં ટૂર એન્ડ ફિક્સ્ચર કમિટીએ માત્ર અમદાવાદ અને કોલકાતામાં જ મેચ યોજવાનું સૂચન કર્યું છે. બીસીસીઆઈ આગામી બે દિવસમાં આ અંગે અંતિમ નિર્ણય લેશે.


ભારત વિ વેસ્ટ ઈન્ડિઝ શેડ્યૂલ


6 ફેબ્રુઆરી - 1લી ODI મેચ


9 ફેબ્રુઆરી - બીજી ODI મેચ.


12 ફેબ્રુઆરી - ત્રીજી ODI મેચ.


15 ફેબ્રુઆરી - પ્રથમ T20 મેચ.


18 ફેબ્રુઆરી - બીજી T20 મેચ.


20 ફેબ્રુઆરી - ત્રીજી T20 મેચ.





ICCની બેસ્ટ ટી20 ટીમમાં એક પણ ભારતીય ખેલાડીને સ્થાન નહીં


ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ વર્ષની સર્વશ્રેષ્ઠ T20 ટીમ પસંદ કરી છે, જેમાં એક પણ ભારતીય પુરુષ ખેલાડીનો સમાવેશ કરવામાં આવ્યો નથી. જ્યારે મહિલા ખેલાડીઓની ટીમમાં ભારતની સ્મૃતિ મંધાનાને ICC દ્વારા પોતાની ટીમમાં સામેલ કરવામાં આવી છે. ICCની 2021ની પુરૂષ ટી20 ટીમમાં કોઈ ભારતીયને સ્થાન મળ્યું નથી. પાકિસ્તાનના ત્રણ ખેલાડીઓને ટીમમાં સ્થાન મળ્યું છે, જેમાં સુકાની બાબર આઝમને ટીમની કપ્તાની સોંપવામાં આવી છે. ટી-20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરનાર ઓપનર મોહમ્મદ રિઝવાન અને શાહીન આફ્રિદીનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાના T20 વર્લ્ડ કપના ખિતાબમાં મહત્વની ભૂમિકા ભજવનાર ઓલરાઉન્ડર મિશેલ માર્શ અને ઝડપી બોલર જોશ હેઝલવુડને પણ ટીમમાં સ્થાન મળ્યું છે, જ્યારે દક્ષિણ આફ્રિકાના એડન માર્કરામ, ડેવિડ મિલર અને તબરેઝ શમ્સીને પણ ટીમમાં સ્થાન મળ્યું છે.