‘યૂનિવર્સ બોસ’ના નામથી જાણીતા કેરેબિયન બેટ્સમેન ક્રિસ ગેલે ઈતિહાસ રચી દીધો છે. ક્રિસ ગેલે ટી20 ક્રિકેટમાં 14 હજાર રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ સેન્ટ લૂસિયામાં રમાયેલ ત્રીજી ટી20 મેચમાં 29 રન બનાવતાં જ આ જાદુઈ આંકડા સુધી પહોંચી ગયો. ક્રિસ ગેલે 38 બોલમાં 67 રનની તોફાની ઇનિંગ રમી હતી.


2016 બાદ આ ટી20 ઇન્ટરનેશનલ મેચમાં ગેલની પ્રથમ હાફ સેન્ચુરી રહી છે. ગેલની આ ઇનિંગના જોરે વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાને છ વિકેટે હરાવીને પાંચ મેચની સીરીઝ માં 3-0થી અજેય લીડ મેળવી લીધી છે.


તેના બેટથી 22 સેન્ચુરી અને 87 હાફ સેન્ચુરી નીકળી છે. જ્યારે વેસ્ટ ઇન્ડિઝના જ કીરન પોલાર્ડ 545 મેચમાં 10836 રન બનાવીને આ યાદીમાં બીજા નંબર પર છે. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શોએબ મલિક આ યાદીમાં ત્રીજા સ્થાન પર છે. શોએબ મલિકે અત્યાર સુધીમાં 425 ટી20 મેચમાં 10741 રન બનાવ્યા છે.


ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી ટી20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન છે. કોહલીએ અત્યાર સુધી 310 ટી20માં 9922 રન બનાવ્યા છે, જેમાં પાંચ સેન્ચુરી અને 72 હાફ સેન્ચુરી સામેલ છે. તેણે આ રન 41.86ની સરેરાશથી બનાવ્યા છે. કોહલી ઓવરઓલ આ યાદીમાં પાંચમાં નંબર પર છે.




મેચની વાત કરીએ તો ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટ પર 141 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફતી મોઈજેસ હેનરિક્સે 33 અને કેપ્ટન એરોન ફિંચે 30 રન બનાવ્યા હતા. વેસ્ટ ઇન્ડિઝ તરફતી હેડન વોલ્સ જૂનિયરે સૌથી વધારે બે વિકેટ લીધી હતી.


જવાબમાં વેસ્ટ ઇન્ડિઝે 14.5 ઓવરમાં જ ચાર વિકેટ ગુમાવીને 142 રન બનાવીને મેચ જીતી લીધી. ગેલને 67 (38 બોલમાં, 4 ચોગ્ગા, 7 છગ્ગા) અને કેપ્ટન નિકોલસ પૂરને અણનમ 32 રન બનાવ્યા. બન્ને ટીમની વચ્ચે સીરીઝની ચોતી મોચી 15 જુલાઈના રોજ સેન્ટ લૂસિયામાં જ રમાશે.