મેદાન પર ખૂબ જ ગંભીરતાપૂર્વક રમત રમી બોલને બાઉન્ટ્રી પાર પહોંચાડનાર માસ્ટર-બ્લાસ્ટર સચિન તેંડુલકર તેના મસ્તીભર્યા અંદાજ માટે જાણીતો છે. રાયપુરના મેફેયર હોટેલમાં અત્યારે સચિન રોકાયેલ છે. રાયપુરમાં રમાઈ રહેલી રોડ સેફ્ટી ક્રિકેટ સિરિઝમાં સચિન ઈન્ડિયા લિજેન્ડ્સ ટીમનો કેપ્ટન છે.
અહીં દરરોજ ખેલાડીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. પોતાના સેમ્પલ આપતી વખતે કોવિડ દેખરેખ માટે રહેલા મેડિકલ સ્ટાફ સાથે સચિન મજાકના મૂડમાં દેખાયા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.
કોરોના ટેસ્ટ દરમિયાન સચિન તેંડુલકરે કંઈક એવું કર્યં કે આખો મેડિકલ સ્ટાફ ડરી ગયો. ઈંગ્લેન્ડ લીજેન્ડ્સની વિરુદ્ધ મેચ પહેલા સચિન તેંડુલકરનો કોરોના ટેસ્ટ થયો અને તે અચાનક ચીસ પાડી ઉઠ્યો.
સચિન તેંડુલકરે ચીસ પાડતાં તેમનો કોરોના ટેસ્ટ કરી રહેલી મેડિકલ કર્મચારી ખૂબ જ ડરી ગઈ. પણ થોડી જ ક્ષણની આ મૂવમેન્ટમાં સચિન હાસ્ય અટકાવી શક્યા નહીં અને આ ચીસ પાછળનું રહસ્ય ખોલતા સચિને કહ્યું કે તેઓ મજાક કરતા હતા. જ્યારે મેડિકલ સ્ટાફ કહ્યું કે અમે ચિંતામાં આવી ગયા તો જવાબમાં સચિને હળવા મૂડમાં કહ્યું-અરે હવે ટેન્શન તમારે છે કે મારે. ત્યારબાદ સૌ હસી પડ્યા.
મૂળે સચિને તેની સાથે મજાક કરી હતી. સચિનના આ મજાકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
સચિન તેંડુલકરે આ વીડિયોને પોસ્ટ કરતાં મજાકના અંદાજમાં કેપ્શન લખ્યું, હું 200 ટેસ્ટ રમ્યો અને 277મો કોવિડ ટેસ્ટ! માહોલને હળવું કરવા માટે એક નાની મજાક. આપણા સ્વાસ્થ્યકર્મીઓને સલામ.
હકીકતમાં રોડ સેફ્ટી વર્લ્ડ ક્રિકેટ સિરીઝ લોકોમાં ટ્રાફિકને લગતા નિયમો અંગે જાગૃત કરવાના ઉદ્દેશથી આયોજીત કરવામાં આવી છે. નવા રાયપુર વિસ્તારમાં રાયપુર પોલીસે પણ માર્ગ સુરક્ષા અંગે જાગૃત્તિ માટે પોસ્ટ લગાવ્યા છે.