અમદાવાદઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટી-20 સીરિઝ 12 માર્ચથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ટેસ્ટ શ્રેણીમાં મળેલા ભવ્ય વિજય બાદ ટીમ ઈન્ડિયા ટી-20 શ્રેણીમાં આત્મવિશ્વાસ સાથે ઉતરશે. પરંતુ ટી-20 અને તે બાદ શરૂ થનારી વન ડે સીરિઝ પહેલા ભારત માટે માઠા સમાચાર આવી રહ્યા છે. ડાબોડી ફાસ્ટ બોલર ટી નટરાજન ઈંગ્લેન્ડ સામેની પ્રથમ મેચમાંથી બહાર થઈ શકે છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈના રિપોર્ટ પ્રમાણે, નટરાજન હાલ બેંગ્લુરુ સ્થિતિ નેશનલ ક્રિકેટ એકેડમીમાં ઈજામાંથી મુક્ત થઈ રહ્યો છે અને તે રિહેબિલેટેશનમાંથી પસાર થઈ રહ્યો છે. તેની ઈજાના પ્રકાર અને ઠીક થવામાં કેટલો સમય લાગશે તેનો અંદાજ લગાવી શકાયો નથી. એનસીએ દ્વારા આ અંગે ટીમ મેનેજમેન્ટને માહિતાગાર કરી દેવામાં આવ્યા છે. જોકે બીસીસીઆઈ તરફથી આ અગે હજુ કોઈ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી.
આઈપીએલ 2020માં સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમતા નટરાજને પોતાની બોલિંગથી સૌને પ્રભાવિત કર્યા હતા અને તેને યોર્કર કિંગનું બિરૂદ આપવામાં આવ્યુ હતું. તમિલનાડુના આ ફાસ્ટ બોલરે પોતાની બોલિગથી તમામને ઘણા પ્રભાવિત કર્યા હતા. જે બાદ તેની નેટ બોલર તરીકે ઓસ્ટ્રેલિયા પ્રવસામાં પસંદગી થઈ હતી. જોકે વરુણ ચક્રવર્તી બહાર થયા બાદ નટરાજનને ટી-20 ટીમમાં સામેલ કરાયો હતો.
આઈપીએલમાં પ્રદર્શન અને તેની કાબેલિયતને જોતાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ત્રીજી વન ડેમાં જ ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો હતો. નટરાજને આ પ્રવાસ દરમિયાન બોલિંગથી સૌને પ્રભાવિત કર્યા હતા અને એક જ પ્રવાસમાં વન ડે, ટી-20 અને ટેસ્ટ ડેબ્યૂ કરનારો પ્રથમ ખેલાડી બન્યો હતો.
ગુજરાતના ધારાસભ્યએ વિધાનસભા ગૃહમાં કહ્યું- મને આ ગેલેરીમાંથી કૂદવાનું મન થાય છે ને છવાઈ ગયો સન્નાટો