India vs England 3rd ODI: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે વનડે શ્રેણીની છેલ્લી અને ત્રીજી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ટી-20 સિરીઝમાં બ્રિટિશ ટીમને 4-0થી હરાવ્યા બાદ ટીમ ઈન્ડિયાએ વનડે સિરીઝ પર પણ કબજો કરી લીધો છે. હવે રોહિતની ટીમ ઈંગ્લેન્ડના સૂપડા સાફ કરવા મેદાનમાં ઉતરશે.  


ભારતીય ટીમે નાગપુરમાં રમાયેલી પ્રથમ વનડે મેચમાં ઈંગ્લેન્ડને ખરાબ રીતે હરાવ્યું હતું. ભારતે પ્રથમ મેચ 38.4 ઓવરમાં 4 વિકેટે જીતી લીધી હતી. ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ કટકમાં પણ ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. ભારતે બીજી વનડે પણ 4 વિકેટે જીતી લીધી હતી. પરંતુ આ વખતે ઈંગ્લેન્ડ સામેની હાર તેનાથી પણ વધુ પીડાદાયક હતી, કારણ કે ભારતીય ટીમે માત્ર 44.3 ઓવરમાં 305 રનનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.


ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ODI મેચ 12 ફેબ્રુઆરી બુધવારે રમાશે. બંને ટીમો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટકરાશે. વન-ડે શ્રેણીની બંને મેચમાં ઇંગ્લિશ ટીમના ઓપનરોએ સારી શરૂઆત આપી હતી, પરંતુ મધ્યમ ઓવરોમાં ભારતીય બોલરો મિડલ ઓર્ડર બેટ્સમેનો માટે મુશ્કેલ સાબિત થયા હતા.


આ રીતે તમે ભારત-ઈંગ્લેન્ડની ત્રીજી ODI ફ્રીમાં જોઈ શકો છો


તમે Disney Plus Hotstar પર ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ODI મેચ લાઈવ જોઈ શકશો. અહીં તમે ફ્રીમાં મેચ જોઈ શકો છો. હોટસ્ટાર આ સીરીઝની મેચોને ફ્રીમાં સ્ટ્રીમ કરી રહ્યું છે. જ્યારે ટીવી પર મેચ જોઈ રહેલા દર્શકો સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર આ મેચ જોઈ શકશે.


2023 ODI વર્લ્ડ કપની ફાઈનલ મેચ આ મેદાન પર જ રમાઈ હતી. ભારતીય ટીમ ટાઈટલ મેચમાં કાંગારૂઓ સામે હારી ગઈ હતી. ભારતની હાર પર કરોડો ભારતીય ચાહકોનું દિલ તૂટી ગયું હતું. લગભગ 452 દિવસ બાદ ફરી એકવાર ભારતીય ટીમ આ મેદાન પર વનડે મેચ રમશે. આ મેદાન પર જ રોહિત શર્માનું ટાઈટલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું. 


કટકમાં રમાયેલી બીજી વનડે મેચમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 4 વિકેટે હરાવ્યું હતું.  આ સાથે ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની વનડે શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી હતી.  ભારતીય ટીમની જીતનો સૌથી મોટો હીરો રોહિત શર્મા રહ્યો, જેણે 90 બોલમાં 119 રનની શાનદાર અને યાદગાર ઇનિંગ રમી હતી.  તેના સિવાય શુભમન ગિલે પણ અડધી સદીની ઇનિંગ રમીને ટીમની જીતમાં મોટો ફાળો આપ્યો હતો.