India vs England 3rd T20:  ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની T20 સીરીઝ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ શ્રેણીની પ્રથમ બે T20 જીતી લીધી છે. હવે ત્રીજી T20 28 જાન્યુઆરી મંગળવારના રોજ રમાશે. બંને ટીમો રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં એકબીજા સામે ટકરાશે. આ મેચ સાંજે 7 વાગ્યે શરુ થશે.        


કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે પાંચ મેચોની શ્રેણીની પ્રથમ T20 રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ 7 વિકેટે જીતી લીધી હતી. આ પછી, શનિવારે બંને ટીમો ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં સામે સામે ટકરાઈ હતી. આ વખતે પણ ભારત જીત્યું. ભારતે બીજી T20 બે વિકેટે જીતી લીધી હતી.


ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી T20 પણ સાંજે 7 વાગ્યાથી રમાશે. મેચની ટોસ 6.30 વાગ્યે થશે. પાંચ મેચની ટી-20 શ્રેણી બાદ બંને ટીમો વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી પણ રમાશે. 6 ફેબ્રુઆરીથી 12 ફેબ્રુઆરી વચ્ચે ત્રણ વનડે મેચ રમાશે. વનડે શ્રેણીની મેચો બપોરે 1.30 વાગ્યાથી શરૂ થશે.


ભારત અને ઈંગ્લેન્ડ T20 શ્રેણીનું શેડ્યૂલ


22 જાન્યુઆરી- 1લી T20, કોલકાતા (સાંજે 7 વાગ્યા પછી)
25 જાન્યુઆરી - 2જી T20, ચેન્નાઈ (સાંજે 7 વાગ્યા પછી)
28 જાન્યુઆરી- 3જી T20, રાજકોટ (સાંજે 7 વાગ્યાથી)
31 જાન્યુઆરી- 4થી T20, પુણે (સાંજે 7 વાગ્યા પછી)
2 ફેબ્રુઆરી - 5મી T20, મુંબઈ (સાંજે 7 વાગ્યા પછી)


ભારત અને ઈંગ્લેન્ડની વનડે શ્રેણીનું શેડ્યૂલ


6 ફેબ્રુઆરી - 1લી ODI, નાગપુર (1:30 વાગ્યા પછી)
9 ફેબ્રુઆરી - 2જી ODI, કટક (1:30 વાગ્યા પછી)
12 ફેબ્રુઆરી- 3જી ODI, અમદાવાદ (1:30 વાગ્યા પછી)



ભારત સામે ટી20 શ્રેણી માટે ઈંગ્લેન્ડની ટીમ - જોસ બટલર (કેપ્ટન અને વિકેટકીપર), ફિલ સોલ્ટ, જેમી સ્મિથ, હેરી બ્રુક, બેન ડકેટ, જેકબ બિથેલ, લિયામ લિવિંગસ્ટોન, રેહાન અહમદ, જૈમી ઓવરટન, બ્રાયડન કાર્સ, ગસ એટકિન્સન, જોફ્રા આર્ચર,  આદિલ રશીદ, માર્ક વુડ અને સાકિબ મહમૂદ.


ભારત સામેની ODI શ્રેણી માટે ઈંગ્લેન્ડની ટીમ - જોસ બટલર (કેપ્ટન અને વિકેટકીપર), ફિલ સોલ્ટ, જેમી સ્મિથ, હેરી બ્રૂક, બેન ડકેટ, જો રૂટ, જેકબ બિથેલ, લિયામ લિવિંગસ્ટોન, જૈમી ઓવરટન, બ્રાયડન કાર્સ, ગસ એટકિન્સન, જોફ્રા આર્ચર, આદિલ રશીદ, માર્ક વૂડ અને સાકિબ મહમૂદ.


IND vs ENG: આવતીકાલે ભારતની ઇંગ્લેન્ડ સામે ટક્કર, પ્રથમ ટી20 માટે ઇંગ્લેન્ડે કરી પ્લેઇંગ-11ની જાહેરાત, ઘાતક બૉલરની થઇ વાપસી