Live Streaming Cricket India vs Sri lanka 1st T20: ભારત અને શ્રીલંકા (IND vs SL) વચ્ચે ત્રણ મેચોની ટી20 સીરીઝ આજથી શરૂ થઇ રહી છે. આજે સીરીઝની પ્રથમ મેચ રમાશે. એકબાજુ ભારતીય ટીમ છે જે વેસ્ટ ઇન્ડિઝના ટી20 સીરીઝમાં સુપડા સાફ કરીને આત્મવિશ્વાસથી ભરેલી છે, જ્યાંરે બીજીબાજુ શ્રીલંકન ટીમ ભારતીય પીચો પર છ વર્ષ બાદ પહેલીવાર જીત મેળવવા કોશિશ કરશે.
ભારત માટે ખરાબ સમાચાર-
આજથી શરૂ થઇ રહેલી ટી20 સીરીઝમાં ભારત માટે ખરાબ સમાચાર છે, રોહિત શર્માની આગેવાની વાળી આજની ટીમમાં મોટો ફેરફાર જોવા મળશે. કેમ કે પહેલાથી બીસીસીઆઇએ વિરાટ કોહલી અને ઋષ પંતને આરામ આપ્યો છે. તો વળી ટીમના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ અને સ્ટાર બૉલર દીપક ચાહર ઇજાના કારણે બહાર છે. આવામાં ટીમમાં નવા ચહેરાઓને સામેલ કરવામાં આવી શકે છે.
ભારત-શ્રીલંકા ટી20.... કઈ ચેનલ પર કેટલા વાગ્યાથી થશે પ્રસારણ, લાઈવ સ્ટ્રીમિંગ કઈ એપ પર દેખાશે ? જાણો
ભારત અને શ્રીલંકા વચ્ચે પહેલી ટી20 મેચ આજે 24 ફેબ્રુઆરીએ ગુરુવારે રમાશે. બન્ને ટીમો આજની મેચ રમવા લખનઉના મેદાનમાં ઉતરશે. ભારતીય સમયાનુસર આજની મેચ સાંજે 7.00 વાગ્યાથી શરૂ થશે, જ્યારે ટૉસ સાંજે 6.30એ થશે.
ભારત-શ્રીલંકા વચ્ચેની પહેલી ટી20 મેચ જોવા માંગતા હોય તો મેચનુ લાઇવ ટેલિકાસ્ટ તમે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પરથી અંગ્રેજી અને હિન્દીમાં જોઇ શકશો, આ સાથે તમે મેચને ડીડી સ્પોર્ટ્સ પરથી પણ લાઇવ જોઇ શકો છો. આ ઉપરાંત મેચનુ લાઇવ સ્ટ્રીમિંગ મોબાઇલ પર જોવા માંગતા હોય તો તમે ડિઝ્ની પ્લસ હૉટસ્ટાર એપથી ટી20 મેચનુ લાઇવ સ્ટ્રીમિંગ જોઇ શકો છો.
આવો છે ઓવરઓલ રેકોર્ડ-
ભારત અને શ્રીલંકાની વચ્ચે અત્યાર સુધી 22 ટી20 મેચો રમાઈ ચૂકી છે. આમાં ભારતે 14 મેચમાં જીત મેળવી છે, તો શ્રીલંકા ટીમે 7 મેચો પોતાના નામે કરી છે. એક મેચ ટાઇ રહી છે. આ 22માંથી 11 મેચો ભારતીય મેદાનો પર રમાઇ છે. આ 11માંથી શ્રીલંકાને માત્ર 2 મેચોમાં જ જીત મળી છે.