IPL Auction 2021 જોવા મળેલ આ સુંદર યુવીત કોણ છે ? Pics થયા વાયરલ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 20 Feb 2021 01:04 PM (IST)
સનરાઈઝર્સ હૈદ્રાબાદ ટીમના માલિક કલાનિધી મારનની દીકરી છે.
આઈપીએલની 14મી સીઝન માટે હરાજી થઈ ગઈ છે. 18 ફેબ્રુઆરીએ ચેન્નઈમાં આ હરાજી થઈ. સોશિયલ મીડિયાની દુનિયામાં ત્યાર બાદ એક યુવતીની ચર્ચા શરૂ થઈ ગઈ છે. તે ફ્રેન્ચાઈઝી ટીમ સનરાઈઝર્સ હૈદ્રાબાદના કેમ્પમાં હેઠી હતી. ટીવી સ્ક્રીનથી લઈને મોબાઈલ સ્ક્રીન સુધી દરેક જગ્યાએ તેની તસવીર વાયરલ થઈ રહી છે. જાણકારી અનુસાર આ યુવતીનું નામ કાવ્યા માનર છે. તે સનરાઈઝર્સ હૈદ્રાબાદ ટીમના માલિક કલાનિધી મારનની દીકરી છે. કાવ્યાની તસવીર પહેલા પણ સામે આવી ચૂકી છે. હવે તો સોશિયલ મીડિયા પર લોકો તેને નેશનલ ક્રશ ગણાવી રહ્યા છે. ટ્વીટર પર કેટલીક તસવીર Kaviya Maran નામના જ એકાઉન્ટથી શેર કરવામાં આવી છે. ઓક્શન બાદ સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમના ખેલાડીઓના નામ આ પ્રમાણે છે. ડેવિડ વોર્નર (કેપ્ટન), કેન વિલિયમસન, જૉની બેયરેસ્ટો, મનીષ પાંડે, શ્રીવત્સ ગોસ્વામી, ઋદ્ધિમાન સાહા, પ્રિયમ ગર્ગ, વિજય શંકર, અભિષેક શર્મા, અબ્દુલ સમદ, વિરાટ સિંહ, મિચેલ માર્શ, જેસન હોલ્ડર, મોહમ્મદ નબી, રાશિદ ખાન, શાહબાજ નદીમ, ભુવનેશ્વર કુમાર, ટી નટરાજન, સંદીપ શર્મા, ખલીલ અહમદ, સિદ્ધાર્થ કૌલ, બેસિલ થામ્પી, કેદાર જાધવ, મુજીબ ઉર રહમાન, જગીશ સૂચિત.