વર્ષ 2008માં આઈપીએલ હરાજી પહેલા એવું કહેવાતું હતું કે દિલ્હી ડેયરડેવિલ્સ (હવે દિલ્હી કેપિટલ્સ) લોકલ બોય વિરાટ કોહલી પર જરૂર દાવ લગાવશે, પરંતુ એવું થયું નહીં. હાલમાં જ આઈપીએલના પૂર્વ સીઈઓ સુંદર રમને કહ્યું હતું કે આખરે શા માટે દિલ્હીએ વિરાટ કોહલીને ખરીદ્યો ન હતો.
પોડકાસ્ટ 22માં ગૌરવ કપૂરે વાતચીત દરમિયાન રમને કહ્યું હતું કે, આઈપીએલ 2008ની હરાજીમાં દિલ્હીના ફાસ્ટ બોલર પ્રદીપ સાંગવાનને ખરીદ્યો હતો, પરંતુ તેને વિરાટ કોહલી પર દાવ લગાવ્યો ન હતો. હરાજીમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે કોહલી પર દાવ લગાવ્યો અને માત્ર 12 લાખ રૂપિયામાં આ ખેલાડીને પોતાની ટીમમાં સામેલ કર્યો. કોહલી છેલ્લા 13 વર્ષતી આરસીબીની ટીમનો હિસ્સો છે.
રમને કહ્યું, “રોચક વાત એ હતી કે એ વર્ષે ભારતે અંડર-19 વર્લ્ડ કપ જીત્યો હતો. તે પણ હરાજીના એક મહિના પહેલા જ. એ ટીમના કેપ્ટન વિરાટ કોહલી હતો. અમે નિર્ણય કર્યો હતો કે અંડર 19 ખેલાડીઓ માટે એક અલગ ડ્રાફ્ટ હશે. હરાજીના કેટલાક દિવસ બાદ અંડર 19 ખેલાડીઓનો એક ડ્રાફ્ટ હતો. આશ્ચર્યની વાત એ છે કે, પ્રથમ ડ્રાફ્ટના ખેલાડીઓમાં વિરાટ કોહલી ન હતો. દિલ્હી ડેયરડેવિલ્સે પ્રદીપ સાંગવાનને ખરીદ્યો હતો કારણ કે તેમની પાસે વીરેન્દ્ર સેહવાગ અને એબી ડિવિલિયર્સ જેવા બેટ્સમેન હતા અને ટીમને બોલરની જરૂરત હતી. ત્યાર બાદ આરસીબીએ વિરાટ કોહલીને ખરીદ્યો અને બાકી બધું ઈતિહાસ છે.”