Yashtika Bhatia: ભારતીય મહિલા ટીમે બીજી વનડે મેચમાં શ્રીલંકાને 10 વિકેટે હરાવ્યું છે. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની વનડે શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. આ મેચમાં ભારતની જીત કરતાં વધુ ચર્ચા વિકેટકીપર યાસ્તિકા ભાટિયાની થઈ રહી છે, જેણે શ્રીલંકાની બેટ્સમેન અનુષ્કા સંજીવનીને અનોખા અંદાજમાં રનઆઉટ કરી હતી.


 






દીપ્તિ શર્માની ઓવરમાં બની ઘટના


આ ઘટના ઇનિંગની 23મી ઓવરમાં જોવા મળી હતી. દીપ્તિ શર્માની ઓવરમાં અનુષ્કા સંજીવનીએ ત્રીજા બોલને ડિફેન્સ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રયાસમાં તે ક્રિઝમાંથી થોડી બહાર આવી. બોલ બેટ્સમેનની નજીક જ પડ્યો હતો, જેને યાસ્તિકા ભાટિયાએ તરત જ પકડી લીધો હતો અને સીધો વિકેટ પર ફેંકી દીધો. ત્યાર બાદ યાસ્તિકાએ રન આઉટ માટે અપીલ કરી, જે બાદ થર્ડ અમ્પાયરની મદદ લેવામાં આવી.


રિપ્લેમાં, જ્યારે બોલ સ્ટમ્પ સાથે અથડાતો હતો ત્યારે અનુષ્કા ક્રિઝની બહાર જોવા મળી હતી. આ રન આઉટ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. સોશિયલ મીડિયા પર દરેક લોકો યાસ્તિકાની વિકેટકીપિંગના વખાણ કરી રહ્યા છે. તેની સરખામણી પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની વિકેટકીપિંગ સાથે પણ કરવામાં આવી રહી છે.


આ પણ વાંચોઃ


Gujarat Assembly Elections 2022: ઠાકોર મુખ્યમંત્રી માટે ખુલ્લી તલવારે પટ્ટા ખેલવાના છે. કોંગ્રેસ-ભાજપ ઠાકોર મુખ્યમંત્રી ના આપે તો ગામડાંમાં પગ નહીં મૂકવા દઈએ, કોણે કર્યો આ હુંકાર ?


Mehsana:  મેડિકલમાં ભણતી યુવતીને ગેરેજમાં કામ કરતા છોકરા સાથે બંધાયા સંબંધ, યુવતી ગિફ્ટના બહાને નિકળી ઘરેથી ને......


Denmark Firing: ડેનમાર્કના શોપિંગ મોલમાં ગોળીબાર, ત્રણના મોત, હુમલાખોરની ધરપકડ