IND vs NZ: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી 3 મેચની T20 શ્રેણીની નિર્ણાયક મેચ 1 ફેબ્રુઆરીએ અમદાવાદમાં રમાશે. આ મેચમાં લાંબા સમય બાદ ભારતીય ટીમમાં વાપસી કરનાર ઓપનિંગ બેટ્સમેન પૃથ્વી શૉને પણ પ્લેઈંગ ઈલેવનમાં રમવાની તક મળી શકે છે.  આ T20 સિરીઝમાં અત્યાર સુધી ભારતીય ટીમની ઓપનિંગ જોડી તરફથી ઘણું નિરાશાજનક પ્રદર્શન જોવા મળ્યું છે. શુભમન ગિલે અત્યાર સુધીની બંને મેચમાં કુલ 18 રન બનાવ્યા છે જ્યારે ઈશાન કિશન માત્ર 23 રન જ બનાવી શક્યો છે.


તે જ સમયે, 3 નંબર પર રમી રહેલો રાહુલ ત્રિપાઠી બેટથી કંઈ ખાસ કમાલ કરી શક્યો નથી અને અત્યાર સુધીની બંને મેચમાં માત્ર 13 રન જ બનાવી શક્યો છે. બીજી તરફ જો પૃથ્વી શૉ વિશે વાત કરીએ તો તેણે રણજી ટ્રોફીની આ સિઝનમાં 6 મેચની 10 ઇનિંગ્સમાં બેટિંગ કરતા 59.50ની એવરેજથી કુલ 595 રન બનાવ્યા છે. જો કે, આ T20 સિરીઝની શરૂઆત પહેલા કેપ્ટન હાર્દિક પંડ્યાએ પૃથ્વી શૉને તક આપવાના સવાલનો જવાબ આપતા કહ્યું કે ગિલ અને ઈશાનનું ફોર્મ જોઈને તેણે તકની રાહ જોવી પડશે, પરંતુ તે ચોક્કસ તક આપશે. સમય આવશે ત્યારે તક આપવામાં આવશે. 


પૃથ્વી શોએ તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ જુલાઈ 2021માં રમી હતી


પૃથ્વી શૉ વિશે વાત કરીએ તો, તેણે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ વર્ષ 2021માં ભારતીય ટીમના શ્રીલંકાના પ્રવાસ દરમિયાન રમી હતી. જો કે, શૉ તેની T20 આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ મેચમાં કંઈ ખાસ કરી શક્યો ન હતો અને ખાતું ખોલાવ્યા વિના પહેલા જ બોલ પર પેવેલિયન પરત ફર્યો હતો.


IPL 2022 સીઝન પણ શૉ માટે કંઈ ખાસ ન હતી, જેમાં તે 10 મેચમાં 28.30ની એવરેજથી માત્ર 283 રન જ બનાવી શક્યો. આ પછી, શોએ 2022 સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઈને વિજેતા બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી, તેણે 10 મેચમાં 36.88ની સરેરાશથી 332 રન બનાવ્યા હતા. 


ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 સીરીઝની ત્રીજી અને છેલ્લી મેચ 1 ફેબ્રુઆરીએ રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. સીરીઝની છેલ્લી મેચ બંને ટીમો માટે મહત્વની છે. જે ટીમ છેલ્લી મેચ જીતશે તે શ્રેણી કબજે કરશે. વર્તમાન T20 શ્રેણીમાં બંને ટીમો 1-1 મેચ જીતીને બરાબરી પર છે. રાંચીમાં રમાયેલી પ્રથમ મેચ ન્યુઝીલેન્ડે 21 રને જીતી હતી. લખનઉમાં રમાયેલી બીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ વળતો પ્રહાર કર્યો અને કીવીઓને 6 વિકેટથી હરાવ્યું.