IPL 2024, Virat Kohli: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે. અંગત કારણોસર કિંગ કોહલીએ ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં ન રમવાનો નિર્ણય લીધો હતો. જો કે હવે સૌથી મોટો સવાલ એ છે કે શું કોહલી IPL 2024માં રમશે કે નહીં? વેલ, વિરાટે અત્યાર સુધી આ અંગે કંઈ કહ્યું નથી, પરંતુ એક મોટો અહેવાલ ચોક્કસ સામે આવ્યો છે.


 






રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી હજુ સુધી કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી


કોહલીના રમવાને લઈને તેની ફ્રેન્ચાઈઝી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી હજુ સુધી કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી. જો કે, ESPNcricinfoના રિપોર્ટ અનુસાર, કિંગ કોહલી ક્રિકેટ મેદાનમાં વાપસી કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ભલે વિરાટ હજુ સુધી RCB કેમ્પમાં જોડાયો નથી, પરંતુ તે 22 માર્ચે રમાનારી ઓપનિંગ મેચ પહેલા બેંગલુરુમાં પ્રી-ટૂર્નામેન્ટ કેમ્પમાં ટીમ સાથે જોડાશે.


કેમેરોન ગ્રીન પર પણ મોટું અપડેટ


ઘણા અહેવાલોમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે સ્ટાર ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીન IPL 2024ની પ્રથમ બે મેચ ચૂકી શકે છે. જો કે આ દરમિયાન તેમના વિશે એક મોટું અપડેટ સામે આવ્યું છે. તાજેતરના અહેવાલ મુજબ, ગ્રીન આરસીબી કેમ્પમાં જોડાઈ ગયો છે અને તે પ્રથમ મેચથી જ ઉપલબ્ધ થશે. શેફિલ્ડ શિલ્ડ ફાઇનલમાં નહીં રમવા માટે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તરફથી મંજૂરી મળ્યા બાદ, ગ્રીન IPL 2024 ની પ્રથમ મેચમાં રમતો જોવા મળી શકે છે.


RCB 22 માર્ચે ચેન્નાઈ સામે ટકરાશે


તમને જણાવી દઈએ કે IPL 2024ની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. બંને ટીમો 22 માર્ચે ચેન્નાઈમાં ટકરાશે. બીસીસીઆઈએ અત્યાર સુધી આઈપીએલ 2024ની માત્ર 21 મેચોના શેડ્યૂલની જાહેરાત કરી છે. જો કે હવે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. આવી સ્થિતિમાં આઈપીએલની બાકીની મેચોના શેડ્યૂલની પણ ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે.


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial