Mahendra Singh Dhoni: વિઝડન મેગેઝિન ક્રિકેટનું બાઈબલ તરીકે ઓળખાય છે. જો કે, વિઝડન મેગેઝીને ભારતની ઓલ ટાઈમ T20I ટીમના ખેલાડીઓના નામ જાહેર કર્યા છે, પરંતુ આ યાદીમાં પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનું નામ નથી. ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન રહેલો ધોની આ પ્રખ્યાત યાદીમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહ્યો હતો. મહેન્દ્ર સિંહ ધોની ભારતના સર્વશ્રેષ્ઠ વિકેટકીપરની સાથે સાથે દિગ્ગજ ફિનિશર તરીકે પણ ઓળખાય છે, પરંતુ તેમ છતાં, વિઝડન મેગેઝિને વિકેટ કીપર બેટ્સમેન ધોનીને ભારતની સર્વકાલીન T20I ટીમમાં સ્થાન આપ્યું નથી.


આ કારણથી એમએસ ધોનીને સ્થાન મળ્યું નથી


વિઝડન મેગેઝિન દ્વારા દિનેશ કાર્તિકને ભારતની સર્વકાલીન T20I ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. વાસ્તવમાં, વિઝડનનું કહેવું છે કે દિનેશ કાર્તિક અત્યારે સારા ફોર્મમાં છે જેથી તેને મહેન્દ્ર સિંહ ધોનીની જગ્યાએ પસંદગી આપવામાં આવી છે. વિઝડન મેગેઝિને મહેન્દ્ર સિંહ ધોનીને સામેલ ન કરવા પર કહ્યું કે, દિનેશ કાર્તિકે પૂર્વ ભારતીય કેપ્ટનની સરખામણીમાં નંબર-6 અને નંબર-7 પર સારી બેટિંગ કરી. ઉલ્લેખનીય છે કે, દિનેશ કાર્તિકે 150.31ના સ્ટ્રાઈક રેટથી સ્કોર કર્યો હતો, જે મહેન્દ્ર સિંહ ધોનીના 121.15 કરતા ઘણો સારો છે.


વિઝડનની સર્વકાલીન ભારતીય T20I ટીમઃ
રોહિત શર્મા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, યુવરાજ સિંહ, હાર્દિક પંડ્યા, સુરેશ રૈના, દિનેશ કાર્તિક (wk), આર અશ્વિન, ભુવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ, રવિ અશ્વિન, ભુવનેશ્વર કુમાર, આશિષ નેહરા


બુમરાહ સહિત ભારતના આ ત્રણ ખેલાડીઓને વિજડનની Top T20 પ્લેયરની યાદીમાં સ્થાન મળ્યું


વિજડને T20 ફોર્મેટના ટોપ 20 ખેલાડીઓની પસંદગી કરી છે. આ 20 ખેલાડીઓમાં ભારતના ત્રણ ખેલાડીઓને સ્થાન મળ્યું છે. જેમાં જસપ્રીત બુમરાહ સૌથી ઉપર છે. બુમરાહ આ યાદીમાં નંબર 4ના સ્થાને છે જે બધા ભારતીય ખેલાડીઓની સૌથી ઉપર છે. તો રાશિદ ખાન વિજડન લિસ્ટમાં જગ્યા બનાવામાં સફળ રહ્યો છે. આવો જાણીએ બાકીના કયા ખેલાડીઓને વિજડનની આ યાદીમાં કયું સ્થાન મળ્યું છે.


1. જસપ્રીત બુમરાહઃ


ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે વિજડનના ટોપ 20 ખેલાડીઓમાં જગ્યા બનાવી છે. વિજડને બુમરાહને નંબર 4નું સ્થાન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, બુમરાહ પોતાની પીઠની ઈજાના કારણે ટી20 વર્લ્ડ કપ 2022માંથી બહાર થઈ ગયો હતો.


2. સૂર્યકુમાર યાદવઃ
આ યાદીમાં ભારતનો તોફાની બેટ્સમેન સૂર્યકુમાર યાદવ નંબર 6 પર છે. ટી20 ઈન્ટરનેશનલમમાં સૂર્યકુમાર યાદવ અલગ જ રંગમાં જોવા મળી રહ્યો છે. સૂર્યકુમાર લાંબા સમયથી ટી20 ફોર્મેટમાં આઈસીસી રેન્કિંગની યાદીમાં નંબર 2 પર ચાલી રહ્યો છે. હવે ટી20 વર્લ્ડકપમાં સૂર્યકુમાર યાદવના પરફોર્મન્સ પર બધાની નજર છે અને જોવાનું એ રહેશે કે શું સૂર્યકુમાર યાદવ ICCના ટી20 રેન્કિંગમાં નંબર 1નું સ્થાન મેળવશે કે નહી.


3. હાર્દિક પંડ્યાઃ


ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ વિજડનની ટોપ 20 ખેલાડીઓની યાદીમાં નંબર 11નું સ્થાન મેળવ્યું છે. હાર્દિક પંડ્યા આઈપીએલ 2022 બાદથી શાનદાર ફોર્મમાં છે. હાર્દિકનું બોલિંગ અને બેટિંગમાં શાનદાર પ્રદર્શન વિજડનની યાદીમાં સ્થાન મેળવવા માટે પુરતું છે.