Amy Jones Piepa Cleary Engaged: ક્રિકેટની દુનિયામાં કેટલીય એવી ઘટનાઓ છે જે અદભૂત લાગે છે, કેટલીક ક્રિકેટના મેદાન પર બને છે, તો કેટલીક મેદાનની બહાર, આવી જ એક ઘટના હવે સામે આવી છે. ઈંગ્લેન્ડની વિકેટકીપર બેટ્સમેન એમી જૉન્સ અને ઓસ્ટ્રેલિયન બૉલર પીપા ક્લેરીએ સગાઈ કરી લીધી છે. બંને લાંબા સમયથી એકબીજાને પ્રેમ કરતા હતા, અને તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ હતી. હવે સગાઈ પણ નક્કી થઈ ગઈ છે. ક્લેરી અને જૉન્સ મહિલા ક્રિકેટર છે. બંનેએ સોશિયલ મીડિયા દ્વારા પોતાની સગાઈની જાણકારી ફેન્સને આપી હતી. એમી અને ક્લેરીએ સગાઈ સમારોહમાં બહુ ઓછા લોકોને આમંત્રિત કર્યા હતા.


ક્લેરી અને એમીની પ્રથમ મુલાકાત વિમેન્સ વિગ બેશ લીગ દરમિયાન થઈ હતી. આ બંને પર્થ સ્કૉર્ચર્સ તરફથી રમતા હતા. આ પછી બંને મિત્રો બની ગયા. તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ અને હવે બંનેએ સગાઈ કરી લીધી. એમી અને ક્લેરીએ ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો છે. આ માટે ચાહકોએ અભિનંદન પાઠવ્યા છે.






જૉન્સે 2019માં ઈંગ્લેન્ડ માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. આ પછી તે વનડે અને ટેસ્ટ ટીમનો ભાગ રહી ચૂકી છે. તેણે અત્યાર સુધી 6 ટેસ્ટ મેચ રમી છે. આ દરમિયાન 116 રન બનાવ્યા છે. તેણીએ 91 ODI મેચ રમી છે. આ દરમિયાન 1951 રન બનાવ્યા છે. એમીનો શ્રેષ્ઠ ODI સ્કોર 94 રન છે. તે 107 T20 મેચ પણ રમી ચૂકી છે. આ દરમિયાન 1515 રન બનાવ્યા છે. એમીએ 2013માં વનડેમાં ડેબ્યૂ કર્યું હતું.


ઓસ્ટ્રેલિયાની ફાસ્ટ બોલર મેગન શટે લાંબી મિત્રતા બાદ જેસ હૉલીયૉક સાથે લગ્ન કર્યા હતા. ઓસ્ટ્રેલિયન ક્રિકેટર જીસા જૉનાસેને સારાહ વેર્ન સાથે લગ્ન કર્યા હતા. ઈંગ્લેન્ડની ફાસ્ટ બોલર નતાલિયા સીવરે કેથરીન બ્રન્ટ સાથે લગ્ન કર્યા હતા.