મહિલા ટી20 વર્લ્ડ કપ આજથી (10 ફેબ્રુઆરી) શરૂ થઈ રહ્યો છે. યજમાન દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા પ્રથમ મેચમાં આમને-સામને થશે. આ વર્લ્ડ કપમાં ભારતીય ટીમ 12 ફેબ્રુઆરીથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ દિવસે ભારત સામે પાકિસ્તાનનો પડકાર હશે. બંને ટીમોને એક જ ગ્રુપમાં રાખવામાં આવી છે.






ભારત અને પાકિસ્તાનની ટીમો ગ્રુપ-બીમાં છે. આ ગ્રુપમાં ઈંગ્લેન્ડ, આયરલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝની ટીમો પણ છે. પાંચ ટીમોના આ ગ્રુપની ટોપ-2 ટીમ સેમિફાઇનલમાં પહોંચશે. એ જ રીતે ગ્રુપ-એમાં પણ 5 ટીમો છે જેમાંથી બે ટીમોને સેમિફાઈનલની ટિકિટ મળશે.


ભારત-પાકિસ્તાન વચ્ચે 12 ફેબ્રુઆરીએ કેપટાઉનના ન્યૂલેન્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ રમાશે. મેચ ભારતીય સમય અનુસાર સાંજે 6.30 વાગ્યે શરૂ થશે. આ મેચનું જીવંત પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની વિવિધ ચેનલો પર કરવામાં આવશે. મેચનું લાઈવ સ્ટ્રીમિંગ Disney + Hotstar એપ પર પણ ઉપલબ્ધ હશે.


કેવો છે ભારત-પાકનો હેડ ટુ હેડ રેકોર્ડ?


ભારત અને પાકિસ્તાનની ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 13 T20 મેચ રમાઈ છે. આમાં ભારતીય ટીમનો સંપૂર્ણ દબદબો રહ્યો છે. આ સમયગાળા દરમિયાન ભારતે 10 મેચ જીતી છે, જ્યારે પાકિસ્તાન માત્ર 3 મેચ જીત્યું છે.


ભારતીય ટીમ


હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, યસ્તિકા ભાટિયા, ઋચા ઘોષ, જેમિમા રોડ્રિગ્સ, હરલીન દેઓલ, દીપ્તિ શર્મા, દેવિકા વૈદ્ય, રાધા યાદવ, રેણુકા ઠાકુર, અંજલિ સરવાણી, પૂજા વસ્ત્રાકર, રાજેશ્વરી ગાયકવાજ, શિખા પાંડે


 


T20 વર્લ્ડ કપમાં ભારતની મેચો ક્યારે છે?


ફેબ્રુઆરી 12: ભારત વિ પાકિસ્તાન (કેપ ટાઉન, સાંજે 6.30 વાગ્યે)


15 ફેબ્રુઆરી: ભારત વિ વેસ્ટ ઈન્ડિઝ (કેપ ટાઉન, સાંજે 6.30 કલાકે)


18 ફેબ્રુઆરી: ભારત વિ ઈંગ્લેન્ડ (ગેકેબેરા, સાંજે 6.30 કલાકે)


20 ફેબ્રુઆરી: ભારત વિ આયરલેન્ડ (ગેકેબેરા, સાંજે 6.30 કલાકે)


મહિલા ટી-20 વર્લ્ડ કપમાં પહેલીવાર એવું થશે કે ફિલ્ડ અમ્પાયરથી લઈને મેચ અધિકારીઓ સુધીની દરેક જવાબદારી મહિલાઓ નિભાવશે. આ પહેલા મહિલા અંડર-19 T20 વર્લ્ડકપ દક્ષિણ આફ્રિકામાં રમાયો હતો. ભારતે તેનું ટાઇટલ જીત્યું હતું. મહિલા T20 વર્લ્ડકપની મોટાભાગની મેચો સેમિ-ફાઇનલ અને ફાઇનલ બંને કેપટાઉનમાં રમાશે. આ સિવાય કેટલીક મેચ પાર્લના બોલેન્ડ પાર્કમાં અને 5 મેચ પોર્ટ એલિઝાબેથ (એબેરેહા)ના સેન્ટ જ્યોર્જ પાર્કમાં રમાશે.


હરમનપ્રીતના નેતૃત્વમાં ભારતીય ક્રિકેટ ટીમ કેપટાઉનમાં 12 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે તેની પ્રથમ મેચ રમશે. આ સિવાય 15 ફેબ્રુઆરીએ આ મેદાન પર વેસ્ટ ઈન્ડિઝ સામે બીજી મેચ રમાશે. બીજી તરફ 18 અને 20 ફેબ્રુઆરીએ પોર્ટ એલિઝાબેથમાં ઈંગ્લેન્ડ અને આયરલેન્ડ આમને-સામને થશે.