India Team vs England Team: સાઉથ આફ્રિકામાં રમાઇ રહેલા મહિલા ટી20 વર્લ્ડકપ 2023માં (Women's T20 World Cup) આજે સાંજે ભારતીય મહિલા ટીમ અને ઇંગ્લિશ મહિલા ટીમ આમને સામને ટકરાશે. બન્ને ટીમો આ ટૂર્નામેન્ટમાં સારી શરૂઆત કરી ચૂકી છે, ભારતે પાકિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝને હરાવ્યુ છે, તો ઇંગ્લેન્ડે પણ વેસ્ટ ઇન્ડિઝ અને આયરલેન્ડને માત આપી છે, બન્ને ટીમો આ વર્લ્ડકપમાં બે-બે મેચો જીતીને આવી છે, આજે જે જીતશે તે લગભગ સેમિ ફાઇનલ માટે પાક્કી થઇ જશે. 


ઓવરઓલ જોઇએ તો, ઇંગ્લેન્ડની મહિલા ટીમ ભારતીય મહિલા ટીમ પર ભારે પડતી દેખાઇ રહી છે, પરંતુ આ ટૂર્નામેન્ટમાં હરમન પ્રીત કૌરની આગેવાની વાળી ટીમ ઇન્ડિયા આજની મેચ જીતવાનો જબરદસ્ત પ્રયાસ કરશે. આંતરરાષ્ટ્રીય ટી20 રેન્કિંગમાં ભારતીય ટીમનું સ્થાન ચોથા નંબર છે જ્યારે ઇંગ્લિશ મહિલા ટીમ આ રેન્કિંગમાં બીજા નંબર પર છે. જાણો અહીં આ આઇસીસી મહિલા ટી20 વર્લ્ડકપ 2023માં બન્ને ટીમોની કેવી છે ફૂલ સ્ક્વૉડ, કયા કયા ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે સ્ક્વૉડમાં. જુઓ....


બન્ને ટીમોની ફૂલ સ્ક્વૉડ - 


ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ફૂલ સ્ક્વૉડ - 
હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા, ઋચા ઘોષ, જેમિમા રોડ્રિગ્સ, હરલીન દેઓલ, દીપ્તી શર્મા, દેવિકા વૈદ્ય, રાધા યાદવ, રેણુકા ઠાકુર, અંજલી સરવાની, પૂજા વસ્ત્રાકર, રાજેશ્વરી ગાયકવાડ, શિખા પાંડે


ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમની ફૂલ સ્ક્વૉડ - 
હીથર નાઇટ (કેપ્ટન), લૉરેન બેલ, મેઆ બાઉશિર, કેથરીન સિવર-બ્રન્ટ, એલિસ કૈપ્સી, કેટ ક્રૉસ, ફ્રેયા ડેવિસ, ચાર્લી ડીન, સોફિયા ડન્કલે, સૉફી એક્લસ્ટૉન, સારા ગ્લેન, એમી જૉન્સ, નેટ સિવર-બ્રન્ટ, લૉરેન વિનફિલ્ડ, ડેબ યાટ.