Women's T20 World Cup 2023: સાઉથ આફ્રિકામાં રમાઇ રહેલા મહિલા ટી20 વર્લ્ડકપમાં આજે ભારતીય ટીમની ટક્કર ઇંગ્લિશ મહિલા ટીમ સામે થશે. આજે સાંજે 6.30 વાગ્યાથી પૉર્ટ એલિઝાબેથના સેન્ટ જૉર્જ પાર્ક ગ્રાઉન્ડમાં આ પર મેચ રમાશે. હરમની પ્રીત કૌરની આગેવાની વાળી ટીમ ઇન્ડિયાનો જોશ બુલંદ છે, તો સામે ઇંગ્લિશ ટીમ પણ જબરદસ્ત ફોર્મમાં છે, આવામાં આજની મેચ જોરદાર રસાકરીભરી રહી શકે છે. જાણો અહીં ભારતીય મહિલા અને ઇંગ્લિશ મહિલા ટીમના ટી20 ક્રિકેટમાં કેવા છે હાર જીતના આંકડા, આ રહ્યાં હેડ ટૂ હેડ રેકોર્ડ.....  


ભારત કે ઇંગ્લેન્ડ... હેડ ટૂ હેડ રેકોર્ડ - 
આ મેચમાં ઇંગ્લેન્ડનું પલડુ ભારે રહી શકે છે, કેમ કે ઓવરઓલ ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઇંગ્લિશ મહિલા ટીમ ભારતીય મહિલા ટીમ પર હાવી રહી છે. બન્નેના હાર જીતના આંકડા પર એક નજર કરીએ તો બન્ને ટીમો વચ્ચે અત્યાર સુધી કુલ 26 ટી20 આંતરરાષ્ટ્રીય મેચો રમાઇ છે, અહીં ઇંગ્લેન્ડે 19 મેચોમાં જીત હાંસલ કરી છે, તો ભારતના ખાતામાં માત્ર 7 જીત જ આવી છે. હાલ ઇંગ્લિશ મહિલા ટીમ જબરદસ્ત લયમાં છે, તો ભારતીય ટીમ પણ ફૉર્મમાં દેખાઇ રહી છે. હવે કોઇ બાજી મારે છે, તે જોવાનુ રહ્યુ.


ગ્રુપ-1 -
- ઓસ્ટ્રેલિયા
- ન્યૂઝીલેન્ડ
- સાઉથ આફ્રિકા
- શ્રીલંકા
- બાંગ્લાદેશ


ગ્રુપ-2 - 
- ઇગ્લેન્ડ
- ભારત
- વેસ્ટ ઇન્ડિઝ
- પાકિસ્તાન
- આયરલેન્ડ


મહિલા T20 વર્લ્ડકપ 2023માં ભારતીય ટીમની મેચ - 
- કેપટાઉનમાં 12 ફેબ્રુઆરીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ
- 15 ફેબ્રુઆરીના રોજ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે મેચ
- પોર્ટ એલિઝાબેથમાં 18 ફેબ્રુઆરીએ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ
- 20 ફેબ્રુઆરીએ ભારત અને આયરલેન્ડ વચ્ચે પોર્ટ એલિઝાબેથમાં મેચ


ભારતીય ટીમ જીતી ચૂકી છે આ વર્ષે પહેલો આઇસીસી વર્લ્ડકપ - 
આ વર્ષે રમાયેલા આઇસીસી અંડર 19 મહિલા ટી20 વર્લ્ડકપ પર ભારતીય મહિલા ટીમે કબજો જમાવી દીધો, અને ઇતિહાસનો પહેલો મહિલા વર્લ્ડકપ શેફાલી વર્માની આગેવાનીમાં ભારતીય ટીમે હાંસલ કર્યો છે. 


ટીમ ઈન્ડિયા હાલમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. તાજેતરમાં અંડર-19ની કેપ્ટન શેફાલી વર્મા આ યાદીમાં સૌથી આગળ છે. આ સમયે તેના સિવાય બીજો કોઈ ખતરનાક ઓપનિંગ બેટ્સમેન નથી. તેણે 51 ટી20માં 48 સિક્સર ફટકારી છે અને તેનો સ્ટ્રાઈક રેટ 134.53 છે. આ સાથે અનુભવી સ્મૃતિ મંધાના પણ ઝડપી રન બનાવવામાં માહિર છે.