IND vs WI, WT20: ભારતે વેસ્ટ ઈન્ડિઝને 6 વિકેટથી આપી હાર
India vs West Indies, Women T20 WC 2023: ટી20 ક્રિકેટમાં બન્ને ટીમોની સરખામણી કરીએ તો હંમેશાથી ભારતીય ટીમનું પલડુ વેસ્ટ ઇન્ડિઝની મહિલા ટીમ પર ભારે જોવા મળ્યુ છે.
ભારતે 18.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 119 રન બનાવીને ટાર્ગેટ હાંસલ કર્યો હતો. રિષા ઘોષ 44 રન બનાવી નોટ આઉટ રહી હતી. કેપ્ટન હરમનપ્રીત કૌરે 33 અને શેફાલી વર્માએ 28 રનનું યોગદાન આપ્યું હતું.
5 ઓવરના અંતે ભારતનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 35 રન છે. સ્મૃતિ મંધાના 10 અને જેમિમા રોડ્રિંગ્સ 1 રન બનાવી આઉટ થયા. શેફાલી વર્મા 22 રને રમતમાં છે.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 118 રન બનાવ્યા હતા. સ્ટેફની ટેલર સર્વાધિક 42 રન બનાવ્યા હતા. ભારત તરફથી દીપ્તિ શર્માએ 15 રનમાં 3 વિકેટ લીધી હતી.
વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર 17 ઓવરના અંતે 4 વિકેટના નુકસાન પર 100 રન છે. શબિકા ગઝનબી 7 અને ચેડિયન નેશન 10 રને રમતમાં છે.
ભારતને બીજી સફળતા મળી છે. દીપ્તિ શર્માએ શેમેન કેમ્પબેલેલને 30 રનના અંગત સ્કોર પર સ્મૃતિ મંધાનાના હાથે કેચ આઉટ કરાવી. 14 ઓવરના અંતે વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર 3 વિકેટના નુકસાન પર 78 રન છે.
10 ઓવરના અંતે વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર 1 વિકેટના નુકસાન પર 53 રન છે. શેમેન કેમ્પબેલેલ 21 અને સ્ટેફની ટેલર 28 રને રમતમાં છે.
6 ઓવરના અંતે વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર 1 વિકેટના નુકસાન પર 27 રન છે. શેમેન કેમ્પબેલેલ 14 અને સ્ટેફની ટેલર 11 રને રમતમાં છે.
મહિલા વર્લ્ડકપમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં ભારતને પ્રથમ સફળતા મળી છે. પૂજા વસ્ત્રાકરે વેસ્ટઈન્ડિઝની કેપ્ટન મેથ્યૂઝને 2 રનના સ્કોર પર આઉટ કરી હતી.
હેલે મેથ્યૂઝ (કેપ્ટન), સ્ટેફની ટેલર, રશદા વિલિયમ્સ (વિકેટકીપર), શેમેન કેમ્પબેલેલ, શબિકા ગઝનબી, ચિનલે હેનરી, ચેડિયન નેશન, જૈદા જેમ્સ, અફી ફ્લેચર, શામિલિયા કોનેલ, કરીશ્મા રામહેરક શકીરા સેલમેન.
શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, જેમિમા રોડ્રિંગ્સ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), ઋચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર, દેવિકા વૈદ્ય, રાધા યાદવ, રાજેશ્વર ગાયકવાડ, રેણુકા સિંહ ઠાકુર.
મહિલા વર્લ્ડકપમાં આજે ભારતનો મુકાબલો વેસ્ટ ઈન્ડિઝ સામે છે. મેચમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો કર્યો છે.
હેલે મેથ્યૂઝ (કેપ્ટન), રશદા વિલિયમ્સ (વિકેટકીપર), શેમેન કેમ્પબેલેલ, સ્ટેફની ટેલર, શબિકા ગઝનબી, ચિનલે હેનરી, ચેડિયન નેશન, જૈદા જેમ્સ, અફી ફ્લેચર, શામિલિયા કોનેલ, શકીરા સેલમેન.
શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, યાસ્તિકા ભાટિયા, જેમિમા રોડ્રિંગ્સ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), ઋચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર / શિખા પાન્ડે, રાધા યાદવ, રાજેશ્વર ગાયકવાડ, રેણુકા સિંહ ઠાકુર.
ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ઓવરઓલ ટી20 મેચોમાં ભારતીય મહિલા ટીમની પક્કડ હંમેશા મજબૂત રહી છે. હાલમાં ભારતીય મહિલા ટીમ ટી20માં આંતરરાષ્ટ્રીય ટી20 રેન્કિંગમાં ચોથા નંબર પર છે. જ્યારે વેસ્ટ ઇન્ડિઝની ટીમ રેન્કિંગમાં 6ઠ્ઠા નંબરે છે. છેલ્લા એક વર્ષમાં ભારતીય ટીમનુ પ્રદર્શન વેસ્ટ ઇન્ડિઝની સરખામણીમાં ખુબ સારુ રહ્યુ છે.
બ્રેકગ્રાઉન્ડ
Women's T20 World Cup 2023: સાઉથ આફ્રિકામાં રમાઇ રહેલા મહિલા ટી20 વર્લ્ડકપમાં આજે ભારતીય ટીમની ટક્કર વેસ્ટ ઇન્ડિઝની મહિલા ટીમ સામે થઇ રહી છે. સાંજે 6.30 વાગ્યાથી કેપટાઉનના ન્યૂલેન્ડ્સના ગ્રાઉન્ડ પર મેચ રમાશે. હરમની પ્રીત કૌરની આગેવાની વાળી ટીમ ઇન્ડિયાનો જોશ બુલંદ છે, તો વળી, કેરેબિયન ટીમ હાલમાં થોડી નિરાશ જરૂર છે.
કેમ કે ભારતીય ટીમે ટૂર્નામેન્ટમાં પોતાની પહેલી મેચમાં કટ્ટર હરિફ પાકિસ્તાનને હરાવ્યુ છે, તો વળી વેસ્ટ ઇન્ડિઝની ટીમ ઇંગ્લેન્ડ સામે હારીને આવી છે. જાણો અહીં ભારતીય મહિલા અને વેસ્ટ ઇન્ડિઝ મહિલા ટીમના ટી20 ક્રિકેટમાં કેવા છે હાર જીતના આંકડા, આ રહ્યાં હેડ ટૂ હેડ રેકોર્ડ.....
ભારત કે વેસ્ટ ઇન્ડિઝ.... હેડ ટૂ હેડ રેકોર્ડ -
ભારત અને વેસ્ટ ઇન્ડિઝની મહિલા ટીમની ટી20માં હાર-જીતની વાત કરીએ તો, અત્યાર સુધી રમાયેલી ટી20 મેચોમાં ટીમ ઇન્ડિયા અવ્વલ રહી છે. બન્ને ટીમોએ ઓવરઓલ 20 ટી20 આંતરરાષ્ટ્રીય મેચો રમી છે, જેમાં ભારતીય મહિલા ટીમને 12 મેચોમાં જીત મળી છે, તો વળી, વેસ્ટ ઇન્ડિઝની મહિલા ટીમને માત્ર 8 મેચોમાં જ જીત હાંસલ થઇ છે. જો બન્ને વચ્ચે વર્લ્ડકપના આંકડા પર નજર કરીએ તો, અત્યાર સુધી 2 મેચોમાં રમાઇ છે. આમાં એક મેચ ભારત અને એક મેચ વેસ્ટ ઇન્ડિઝની મહિલા ટીમે જીતી છે.
ત્રણ વર્ષથી નથી જીતી શકી વેસ્ટ ઇન્ડિઝ મહિલા ટીમ -
વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ટી20 મેચોની વાત કરીએ તો છેલ્લા કેટલાય વર્ષોથી ભારતીય ટીમનો રેકોર્ડ સારો રહ્યો છે. નવેમ્બર, 2019થી વેસ્ટ ઇન્ડિઝની ટીમ ભારત વિરુદ્ધ ટી20 મેચ નથી જીતી શકી. આ વર્ષે પણ ભારત અને વેસ્ટ ઇન્ડિઝની મહિલા ટીમની વચ્ચે 2 મેચ રમાઇ છે, જેમાં ટીમ ઇન્ડિયા વિજયી રહી છે. તાજેતરમાં જ સાઉથ આફ્રિકામાં રમાયેલી ત્રિકોણીય સીરીઝમાં ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડિઝની બે વાર હરાવી હતી, ભારતની મહિલા ક્રિકેટ ટીમ અત્યાર સુધી વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ સતત 5 ટી20 મેચો જીતી ચૂકી છે. ટીમ ઇન્ડિયાના આ દમદાર પ્રદર્શનથી લાગ છે કે, આજની 15 ફેબ્રુઆરીની મહિલા ટી20 વર્લ્ડકપ 2023ની મેચ પણ ભારત સામે વેસ્ટ ઇન્ડિઝ માટે આસાન નહીં રહે.
ક્યાંથી જોઇ શકાશે મહિલા T20 વર્લ્ડ કપમાં આજે ભારત અને વેસ્ટ ઇન્ડિઝની લાઇવ મેચ -
ભારત અને વેસ્ટ ઇન્ડિઝ મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે આજે મેચ રમાશે, આજની મેચ સાઉથ આફ્રિકાના કેપટાઉનના ન્યૂલેન્ડ્સ ગ્રાઉન્ડમાં રમાશે. ભારતીય સમયાનુસાર, સાંજે 6.30 વાગ્યાથી આ મેચ શરૂ થશે. મહિલા ટી-20 વર્લ્ડકપ 2023ની તમામ મેચો ભારતમાં સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર પ્રસારિત કરવામાં આવશે. જ્યારે ટૂર્નામેન્ટની મેચોનું લાઈવ સ્ટ્રીમિંગ Disney+Hotstar પર ઉપલબ્ધ રહેશે.
હાલમાં બન્ને ટીમોની વાત કરીએ તો આ ટૂર્નામેન્ટમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ બન્ને ગૃપ બીમાં છે. આ ગૃપમાં આ ઉપરાંત ઇંગ્લેન્ડ, આયરલેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝની મહિલા ટીમો પણ સામેલ છે. પાંચ ટીમોના આ ગૃપમાં ટૉપ 2 ટીમો સેમિ ફાઇનલમાં પહોંચશે. આવામાં દરેક મેચોમાં ખાસ રણનીતિ સાથે ઉતરવુ જરૂરી બનશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -