India vs Australia, Women T20 WC 2023: સાઉથ આફ્રિકામાં રમાઇ રહેલા આઇસીસી મહિલા ટી20 વર્લ્ડકપ 2023માં આજે પ્રથમ સેમિ ફાઇનલ મેચ રમાઇ રહી છે, આજે ચેમ્પીયન ઓસ્ટ્રેલિયન મહિલા ટીમનો સામનો ભારતીય મહિલા ટીમ સામે થઇ રહ્યો છે. બન્ને ટીમો આ ટૂર્નામેન્ટમાં શાનદાર ફૉર્મમાં છે. 


આજની પ્રથમ સેમિ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન મેગ લેનિંગે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો ફેંસલો કર્યો હતો, ઓસ્ટ્રેલિયન ટીમે નિર્ધારિત 20 ઓવરોના અંતે ટીમ ઇન્ડિયાને જીતવા માટે 180 રનોનો વિશાળ ટાર્ગેટ આપ્યો છે. 


મેચની વાત કરીએ તો પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમે શાનદાર અને આક્રમક બેટિંગ કરતા ભારતીય બૉલરોની જોરદાર ધુલાઇ કરી દીધી હતી. નિર્ધારિત 20 ઓવર રમીને ઓસ્ટ્રેલિય ટીમે 4 વિકેટો ગુમાવીને 172 રન બનાવ્યા હતા, આ સાથે જ ભારતીય ટીમને સેમિ ફાઇનલ મેચ જીતવા માટે 173 રનોનો લક્ષ્યાંક મળ્યો હતો. 
  
ઓસ્ટ્રેલિયા પ્રથમ ઇનિંગ -
ઓસ્ટ્રેલિયા મહિલા ટીમની બેટિંગની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ રન ઓપનર બેટ્સમેન બેથ મૂનીએ ફટકાર્યા હતા, બેથ મૂનીએ 37 બૉલમાં 54 રનની ઇનિંગ રમી હતી, આ ઉપરાંત કેપ્ટન મેગ લેનિંગે 34 બૉલમાં 49 રનની ઇનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી એશ્લે ગાર્ડનર 31 રન અને એલીસા હીલી 25 રન બનાવી શકી હતી. 


ભારતીય ટીમ તરફથી સૌથી વધુ 2 વિકેટો મેળવવામાં શીખા પાન્ડે સફળ રહી હતી, આ ઉપરાંત દીપ્તિ શર્મા અને રાધા યાદવ 1-1 વિકેટો લેવામાં સફળ રહી હતી.


આજે બન્ને ટીમો સેમિ ફાઇનલ રમી રહી છે, જે જીતશે તે ફાઇનલની ટિકીટ પાક્કી કરી લેશે. ભારતીય ટીમનો સફર આ ટૂર્નામેન્ટમાં શાનદાર રહ્યો છે, પરંતુ ઓસ્ટ્રેલિયન મહિલા ટીમ આ ટી20 વર્લ્ડકપમાં અજય રહી છે. 


બન્ને ટીમોની આજની પ્લેઇંગ ઇલેવન નીચે પ્રમાણે છે -


ભારતીય મહિલા ટીમની પ્લેઇંગ ઇલેવન
ભારતીય મહિલા ટીમની આજની સેમિ ફાઇનલ માટેની ટીમ - શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, જેમીમા રૉડ્રિગ્ઝ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), ઋચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, યાસ્તિકા ભાટિયા, સ્નેહ રાણા, શીખા પાન્ડે, રાધા યાદવ, રેણુંકા સિંહ.


ઓસ્ટ્રેલિયન મહિલા ટીમની પ્લેઇંગ ઇલેવન
ઓસ્ટ્રેલિયાન મહિલા ટીમની આજની સેમિ ફાઇનલ માટેની ટીમ - એલિશા હીલી (વિકેટકીપર), બેથ મૂની, મેગ લેનિંગ (કેપ્ટન), એશ્લે ગાર્ડનર, એલિસ પેરી, તાહિલા મેક્ગ્રા, ગ્રેસ હેરિસ, જેસ જૉનસેન, જૉર્જિયા વેરહામ, મેગન શટ, ડાર્સી બ્રાઉન.